આફ્રિદીનો પલટવાર- ગંભીરને માનસિક સમસ્યા, હું કરાવીશ સારવાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વચ્ચે જુમાની જંગ ચાલું છે. ગંભીરના સારવારવાળા નિવેદન પર આફ્રિદીએ પલટવાર કર્યો છે. 

આફ્રિદીનો પલટવાર- ગંભીરને માનસિક સમસ્યા, હું કરાવીશ સારવાર

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકે ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વચ્ચે જુબાની જંગ ચાલું છે. ગંભીરના સારવારવાળા નિવેદન પર હવે આફ્રિદીએ પલટવાર કર્યો છે. તેણે કહ્યું કે, ગંભીરને માનસિક સમસ્યા છે અને જો તે ઈચ્છે છે તો હું મારી હોસ્પિટલમાં તેની સારવાર કરાવીશ. 

આફ્રિદીએ કહ્યું કે, જો તેને વીઝાની સમસ્યા છે તો હું તેને ઝડપથી વીઝા આપવાનો બંદોબસ્ત કરી આપીશ. આફ્રિદીએ પણ આ વાત પોતાની આત્મકથા ગેમ ચેન્જરના વિમોચનના અવસર પર કહી હતી. 

મહત્વનું છે કે આફ્રિદીએ પોતાના પુસ્તકમાં ગંભીર વિશે નકારાત્મક વાતો લખી છે. આફ્રિદીએ પોતાની આત્મકથામાં વ્યાંગ્યત્મક રૂપથી ગંભીર વિશે લખ્યું છે કે તે આ પ્રકારનો વ્યવહાર કરે છે જે તે ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ બંન્નેની ક્ષમતા રાખનારો હોય અને તેનું વલણ પણ સારૂ નથી અને તેના નામે કોઈ મહાન રેકોર્ડ છે.

તેના જવાબમાં ગંભીરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનનને મનોચિકિત્સકની પાસે લઈ જવાની રજૂઆત કરી હતી. હવે ગંભીરે આફ્રિદીએ ગંભીરની વાતોનો જવાબ આપ્યો છે. 

આ બંન્ને ખેલાડીઓ વચ્ચે મેદાનની અંદર અને બહાર સારો તાલમેલ રહ્યો નથી જે આફ્રિદીની આ પ્રકારની ટિપ્પણીમાં દેખાઈ આવે છે. બંન્નેની દુશ્મનીની શરૂઆત 2007માં થઈ હતી. વર્ષ 2007માં કાનપુરમાં દ્વિપક્ષીય વનડે સિરીઝમાં બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. 

આફ્રિદીએ હાલમાં સ્વીકાર કર્યો કે, તેણે ઉંમર સંબંધિત છેડછાડ કરી હતી અને જ્યારે તેણે પોતાના પર્દાપણ મેચમાં સદી ફટકારી હતી તો તે 16 નહીં પરંતુ 21 વર્ષનો હતો. જ્યારે વર્ષોથી માનવામાં આવે છે કે ત્યારે તે 16 વર્ષનો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news