US OPEN 2020: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ, જીતની સાથે પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ


 ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોમવારે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્લશિંગ મીડોઝના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં સેરેનાએ મારિયાને  6-3, 6-7 (6/8), 6-3થી હરાવી હતી. 

US OPEN 2020: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ, જીતની સાથે પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ

ન્યૂયોર્કઃ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોમવારે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિલિયમ્સે ત્રણ સેટના મુકાબલામાં ગ્રીસની મારિયા સક્કારીને પરાજય આપ્યો હતો. સેરેના અને મારિયા વચ્ચે આ મેચ 2 કલાક 28 મિનિટ ચાલી હતી.

આ મેચમાં સેરેનાએ વધુ એક કીર્તિમાન પોતાના નામે કર્યો છે. તે આર્થર એશ સ્ટેડિયમમાં 100 મેચ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. આ પહેલા કોઈપણ મહિલા કે પુરૂષ ખેલાડી આ કારનામું કરી શક્યા નથી. ફ્લશિંગ મીડોઝના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં સેરેનાએ મારિયાને  6-3, 6-7 (6/8), 6-3થી હરાવી હતી. 

તમને જણાવી દઈએ કે સેરેના વિલિયમ્સ આ મેચમાં ત્રીજી વરીયતા પ્રાપ્ત ખેલાડી છે. આ જીતની સાથે સેરેના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગારિયાની ત્સ્વેતાના પિરોનકોવા કે ફ્રાન્સની અલિજ કોર્નેટ સામે ટકરાશે. સેરેનાની નજર આ ટૂર્નામેન્ટને જીતીને 24મું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરવા પર છે. આ ટૂર્નામેન્ટ જીત્યા બાદ તે માર્ગરેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે. 

વિલિયમ્સે છેલ્લે 2017મા ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું. તે સમયે સેરેના પોતાની પુત્રી ઓલિમ્પિયાને જન્મ આપવાની હતી. ત્યારબાદ તે ચાર વખત મોટી ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી પરંતુ તેણે રનર્સઅપથી સંતોષ કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news