સેરેનાએ કરિયરની 800મી જીત મેળવી, પ્રથમ સેટ હાર્યા બાદ વિતાલિયાને હરાવી
વિલિયમ્સે 17 વર્ષ પહેલા 2002માં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્યારબાગ તે 2013 અને 2015માં ચેમ્પિયન બની હતી.
Trending Photos
પેરિસઃ અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં અપસેટનો શિકાર બનતા બચી ગઈ હતી. તેણે રૂસની વિતાલિયા ડાયાચેન્કો વિરુદ્ધ પ્રથમ સેટ હાર્યા બાદ મેચ જીતી લીધી હતી. સેરેનાએ આ મુકાબલો 2-6, 6-1, 6-0થી પોતાના નામે કર્યો હતો. મુખ્ય ડ્રોમાં આ તેના કરિયરની 800મી જીત છે. 37 વર્ષની સેરેનાની નજર 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પર છે. હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના માર્ગેટ કોર્ટના નામે છે.
વિલિયમ્સે અત્યાર સુધી ત્રણ વખત કબજે કર્યું ફ્રેન્ચ ઓપન
સેરેનાએ કહ્યું, મેચ પહેલા સેટમાં હંમેશા ડર બનેલો રહે છે. પહેલા સેટમાં મેં ઘણી ભૂલો કરી. ત્યારબાદ જાતને ગુડ લક કહ્યું. પહેલા સેટ બાદ મેં વાપસી કરી અને શાનદાર ગેમ રમી. મારે વધુ પ્રેક્ટિસની જરૂર છે.
વિલિયમ્સે 17 વર્ષ પહેલા 2002માં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્યારબાગ તે 2013 અને 2015માં ચેમ્પિયન બની હતી. સેરેનાએ છેલ્લું ગ્રાન્ડસ્લેમ બે વર્ષ પહેલા જીત્યું હતું. 2017માં પ્રેગનેમ્ટ હોવા છતાં તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત હાસિલ કરી હતી.
માતા બન્યા બાદ સેરેનાએ ગત વર્ષે ફ્રેન્ચ ઓપનમાં વાપસી કરી હતી. ત્યારે તણે રૂસની મારિયા શારાપોવા વિરુદ્ધ પ્રી-ક્વાર્ટફાઇનલ મેચ રમવાની હતી, પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ વિમ્બલ્ડન અને યૂએસ ઓપનની ફાઇનલમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં તેનો પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપન બાદ તે ત્રણ ટૂર્નામેન્ટમાં ઉતરી. ઈન્ડિયન્સ વેલ્સના ત્રીજા રાઉન્ડ, મિયામી ઓપન અને રોમ ઓપનમાં પ્રથમ રાઉન્ડ બાદ તેણે ઈજાને કારણે પોતાનું નામ પરત લઈ લીધું હતું. ફ્રેન્ચ ઓપનમાં સેરેનાનો આગામી મુકાબલો જાપાનની કરુમી નારા અને સ્લોવેનિયાની દલિલા જાકુપોવિચ વચ્ચે રમાનારા મેચના વિજેતા સામે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે