ધોનીની પુત્રી ઝિવાને મળેલી ધમકી બાદ પોલીસ એલર્ટ, માહીના ઘરની સુરક્ષા વધારવામાં આવી

 ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિમલિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. 

ધોનીની પુત્રી ઝિવાને મળેલી ધમકી બાદ પોલીસ એલર્ટ, માહીના ઘરની સુરક્ષા વધારવામાં આવી

રાંચીઃ આઈપીએલ  2020 (IPL 2020)મા એમસએસ ધોની (MS Dhoni)ની નિષ્ફળતાને લઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની પાંચ વર્ષની પુત્રી ઝિવા  (Ziva Dhoni)ને રેપની ધમકી આપી હતી. ધોનીની પત્ની સાક્ષી રાવતને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અસામાજીક તત્વોએ ખરાબ કોમેન્ટ કરી હતી. 

આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિમલિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે. 

— Adarsh Kumar Shahi (@AdarshK67323175) October 10, 2020

અભદ્ર ટિપ્પણી કરનારને પોલીસે ચેતવણી આપી છે અને કહ્યું કે, જલદી આવી કોમેન્ટ કરનાર વ્યક્તિ કાયદાની પકડમાં હશે. ગ્રામીણ એસપી નૌશાદ આલમે કહ્યુ કે, કાયદાના હાથ લાંબા છે અને જલદી વ્યક્તિ જેલની અંદર હશે. 

Nagma Soumya Reddy Congress

આ ધમકીએ સોશિયલ મીડિયા પર લોકોને ગુસ્સાથી બરી દીધા છે. ખાસ કરીને મહિલાઓ ખુબ ગુસ્સામાં છે. અભિનેત્રી અને રાજનેતા નગમાએ ટ્વીટ કરીને કહ્યું, 'આપણે એક રાષ્ટ્ર તરીકે ક્યાં જઈ રહ્યાં છીએ? આ કેટલી અજીબ વાત છે કે ધોનીની પાંચ વર્ષની પુત્રી ઝિવાને કોઈએ દુષ્કર્મની ધમકી આપી છે. પ્રધાનમંત્રી જી આપણા દેશમાં શું થઈ રહ્યું છે?'

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

કર્ણાટકના જયનગરના ધારાસભ્ય સૌમ્યા રેડીએ કહ્યું કે, આ પરેશાન કરનારી વાત છે. આપણા દેશમાં શું થઈ રહ્યું છે, તે સમજાતું નથી. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ? તો રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ તે વાતનું સૌથી ખરાબ ઉદાહરણ છે કે કઈ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરૂપયોગ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news