'કાળા કુતરા ઘરે જા'... સિડનીમાં સિરાજ અને બુમરાહ સાથે દર્શકોના ગેરવર્તનનો વીડિયો આવ્યો સામે

India vs Australia, SCG Test: જાતિવાદી ફેન્સે બુમરાહ અને સિરાજને કહ્યુ, 'તુમ કાલે કુત્તે ઘર ચલે જાઓ.' અમે તમને પસંદ કરતા નથી. બંન્ને ક્રિકેટરોને 'મંકી', 'વેંકર' અને 'મધર... સુધી કહેવામાં આવ્યું. ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન ફેન્સનું ગેરવર્તન જોઈ શકાય છે.'
 

'કાળા કુતરા ઘરે જા'... સિડનીમાં સિરાજ અને બુમરાહ સાથે દર્શકોના ગેરવર્તનનો વીડિયો આવ્યો સામે

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને ફેન્સના ખરાબ વર્તન પર ઈતિહાસકાર સરળતાથી એક પુસ્તક લખી શકે છે. સિડની ટેસ્ટમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પહેલા દિવસથી કેટલાક દર્શકોના નિશાના પર રહ્યા. બન્નેને બ્રાઉન ડોગ, મંકી જેવી વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટરોને ગાળો પણ આપવામાં આવી હતી. આ બધા બાદ ઓસ્ટ્રેલિયન દર્શકો અને ક્રિકેટરોમાં તે કહેવાની હિંમત પણ આવી ગઈ કે નાની-મોટી ઘટનાઓ થતી રહે છે. મહાન બોલર ગ્લેન મેક્ગ્રાએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યુ કે, આ વસ્તુને મહત્વ ન આપવું જોઈએ. બુમરાહ કે સિરાજની જગ્યાએ મેકગ્રા હોય અને તેને કોઈ એશિયન દેશમાં ગાળો આપવામાં આવે તો તેને ખ્યાલ આવે કે આવી કોમેન્ટથી તેની માનસિક સ્થિતિ પર શું અસર પડે છે. ફેન્સના ગેરવર્તનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જે ખેલાડીઓના આરોપોની પુષ્ટિ કરે છે. 

ટીમે કરી ફરિયાદ, તપાસ કરશે ઓસ્ટ્રેલિયા
સિરાજે પહેલા કેપ્ટન અંજ્કિય રહાણે પછી ઓનફીલ્ડ અમ્પાયરોને ફેન્સના વ્યવહારની ફરિયાદ કરી હતી. ત્રીજા દિવસે રમત 10 મિનિટ રોકવી પડી હતી. સિક્યોરિટીને બોલાવી છ દર્શકોને બહાર કરવામાં આવ્યા હતા. શનિવારની ઘટના બાદ ભારતીય ટીમે આઈસીસીને પણ ફરિયાદ કરી છે. જાતિવાદી ફેન્સે બુમરાહ અને સિરાજને કહ્યુ, 'તુમ કાલે કુત્તે ઘર ચલે જાઓ.' અમે તમને પસંદ કરતા નથી. બંન્ને ક્રિકેટરોને 'મંકી', 'વેંકર' અને 'મધર... સુધી કહેવામાં આવ્યું. ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન ફેન્સનું ગેરવર્તન જોઈ શકાય છે.'

— Rithvik Shetty (@Shetty10Rithvik) January 10, 2021

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માગી માફી, કોહલી થયો ગુસ્સે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની માફી માગતા મામલાની તપાસ કરવાની વાત કહી છે. CAના સિક્યોરિટી અને ઇન્ટેગ્રિટી હેડ સીન કેરલે કહ્યુ, સિરીઝના યજમાન રૂપમાં અમે તેને (ભારતીય ખેલાડીઓ) વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સંપૂર્ણ રીતે ઘટનાની તપાસ કરીશું. 

— Cricket Australia (@CricketAus) January 10, 2021

— Virat Kohli (@imVkohli) January 10, 2021

ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટનાઓ પર આક્રમક પ્રતિક્રિયા આપી છે. તે પહેલા ઓસ્ટ્રેલિયામાં બાઉન્ડ્રી લાઇન પર ફીલ્ડિંગ કરતા રેસિકલ ટિપ્પણીઓનો શિકાર થઈ ચુક્યો છે. કોહલીએ લખ્યું, 'જાતિવાદિ અપશબ્દ કોઈ રૂપમાં સ્વીકાર્ય નથી. બાઉન્ડ્રી લાઇન્સ પર ખુબ ખરાબ વાત કહેવામાં આવી છે, પહેલા આવી ઘટનાઓમાંથી હું બે-ચાર વખત પસાર થયો છું. આ ખરાબ વર્તન છે. મેદાન પર આમ થવું જોવુ દુખદ છે.'

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જાતિવાદિ ટિપ્પણીને શરમજનક ગણાવી છે. તેમણે સાથે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં આ થતું જોવુ દુખદ છે. લેંગરે ચોથા દિવસે રમત પૂરી થયા બાદ કહ્યું, 'ટી બ્રેકમાં અમે તેની સાથે વાતચીત કરી. યજમાન હોવાને નામે અમે અમારા મહેમાનો સાથે ખરાબ વ્યવહાર થતો જોવા ઈચ્છતા નથી. તેના વિભિન્ન સ્તર છે. જ્યારે અમે પાછલા વર્ષે ઈંગ્લેન્ડ ગયા હતા તો અમારા કેટલાક ખેલાડીઓએ વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news