IPL પર સાઉદી અરેબિયાની નજર : સરકારની લીલીઝંડી મળી તો ક્રિકેટરો રૂપિયા છાપશે, માલામાલ થશે BCCI

Board of Control for Cricket in India: બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આ લીગમાં રોકાણ કરવાની યોજના વિશે ભારત સરકારના અધિકારીઓને જાણ કરી છે.

IPL પર સાઉદી અરેબિયાની નજર : સરકારની લીલીઝંડી મળી તો ક્રિકેટરો રૂપિયા છાપશે, માલામાલ થશે BCCI

Indian Premier League: સાઉદી અરેબિયા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો ખરીદવા માંગે છે. IPLની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરમાં થવાની આશા છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારત સરકારના અધિકારીઓ સાથે IPLમાં રોકાણની યોજના અંગે ચર્ચા કરી છે.

સાઉદી અરેબિયાની નજર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL પર છે. સાઉદી અરેબિયાએ આ બહુચર્ચિત લીગમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ દેશ આંતરરાષ્ટ્રીય રમતગમતની દુનિયામાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પહેલાં સાઉદી અરેબિયા ફૂટબોલ અને ગોલ્ફમાં મોટું રોકાણ કરી ચૂક્યું છે. હાલમાં નેમાર (Neymar) અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)સ્થાનિક ક્લબ તરફથી રમી રહ્યા છે.

બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આ લીગમાં રોકાણ કરવાની યોજના વિશે ભારત સરકારના અધિકારીઓને જાણ કરી છે. આ મુજબ, આઈપીએલને એવી કંપનીમાં ખસેડી શકાય છે જેનું મૂલ્યાંકન 30 અબજ ડોલર હોઈ શકે છે. અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં આ અંગે ચર્ચા થઈ હતી જ્યારે ક્રાઉન પ્રિન્સ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એવા અહેવાલો છે કે કિંગડમે લીગમાં આશરે $5 બિલિયનનું રોકાણ કરવાની દરખાસ્ત કરી છે. 

આ લીગને ફૂટબોલની તર્જ પર અન્ય દેશોમાં લઈ જવા માટે વિચારણા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા આ સમજૂતીને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આશા છે કે ભારત સરકાર અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ આ અંગે કોઈ નિર્ણય લેશે. IPLની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરમાં થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news