WTA સર્કિટ પર જીતની સાથે સાનિયાની વાપસી, હોબાર્ટ ઇન્ટરનેશનલના ક્વાર્ટરમાં પહોંચી
બે વર્ષ બાદ કોર્ટ પર પરત ફરેલી સાનિયા મિર્ઝાએ યૂક્રેનની નાદિયા કિચેનોકની સાથે જોડી બનાવી અને જોર્જિયાની ઓકસાના અને જાપાનની કી મિયૂ કાતોને એક કલાક 41 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 2-6, 7-6, 10-3થી પરાજય આપ્યો હતો.
Trending Photos
હોબાર્ટઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ડબ્લ્યૂટીએ સર્કિટ પર જીતની સાથે વાપસી કરી છે. તેણે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં યૂક્રેનની નાદિયા કિચેનોકની સાથે મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બે વર્ષ બાદ કોર્ટ પર પરત ફરેલી સાનિયા અને યૂક્રેનની નાદિયા કિચેનોકે જોર્જિયાની ઓકસાના અને જાપાનની મિયૂ કાતોને એક કલાક 41 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 2-6, 7-6, 10-3થી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો અમેરિકાની વાનિયા કિંગ અને ક્રિસ્ટિના મેકહેલ સામે થશે.
અમેરિકાની જોડીએ ચોથી વરીયતા પ્રાપ્ત સ્પેનની જાર્જિના ગાર્સિયા પેરેજ અને સારા સૌરિબેજ તોરમોને 6-2, 7-5થી પરાજય આપ્યો હતો. સાનિયા અને કિચેનોકની શરૂઆત સારી ન રહી અને તેણે બે વાર ડબલ ફોલ્ટ કર્યું હતું. આ સાથે સાત બ્રેક પોઈન્ટમાંથી એક પણ ન મેળવી શકી. આ કારણે પ્રથમ સેટ ગુમાવી દીધો હતો.
બીજા સેટમાં બંન્નેએ સારી વાપસી કરી હતી. બંન્ને ટીમોએ ત્રણ-ત્રણ બ્રેક પોઈન્ટ મેળવ્યા હતા. આ રોમાંચકતા વચ્ચે આ સેટ જીતીને સાનિયા અને કિચેનોકે મેચ ટાઇબ્રેકરમાં ખેંચી હતી. ટાઇબ્રેકરમાં શાનદાર પ્રદર્શન કરતા તેણે જીત મેળવી હતી.
સાનિયા માતા બન્યા બાદ બે વર્ષ ટેનિસથી દૂર હતી. પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કરનારી સાનિયાએ 2018માં પુત્ર ઇજહાનને જન્મ આપ્યો હતો. તે છેલ્લે ઓક્ટોબર 2017માં ટૂર્નામેન્ટમાં રમી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે