સાનિયા મિર્ઝાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી પુત્રની તસ્વીર, બોલી- દુનિયાને હેલો કહેવાનો છે સમય

હાલમાં માતા બનેલી દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના પુર્ત ઇઝાન મલિક મિર્ઝાની એક તસ્વીર પોસ્ટ કરી છે. સાનિયાએ લખ્યું છે કે વિશ્વને હેલો બોલવાનો સમય છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે. 
 

 સાનિયા મિર્ઝાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી પુત્રની તસ્વીર, બોલી- દુનિયાને હેલો કહેવાનો છે સમય

નવી દિલ્હીઃ ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના પુર્ત ઇઝાન મલિકની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયાપર તેના ફેન્સ માટે શેર કરી છે. સાનિયાએ આ પહેલા પણ ઇઝાનની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી પરંતુ તેમાં ઇઝાનનો ચહેરો ઢંકાયેલો હતો. પરંતુ સાનિયાએ હવે જે તસ્વીર શેર કરી છે તેમાં ઇઝાનનો ચહેરો જોઈ શકાય છે. આ તસ્વીરને શેર કરતા સાનિયા મિર્ઝાએ લખ્યું, આ ભાગદોડ ભર્યા જીવનમાં સારૂ જીવી શકાય છે, અને આ સમય દુનિયાને હેલો બોલવાનો છે. 

સોશિયલ મીડિયા પર સાનિયાએ કરેલી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં નાનો ઇઝાન ટોપી અને ટી-શર્ટ પહેરીને હસી રહ્યો છે. આ પહેલા પણ સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે એક મેચ જોતા ઇઝાનની સાથે એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટોમાં ઇઝાન ચાદરમાં ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. 

(ફોટો -@MirzaSania)

ચાદર પર નામ લખ્યું હતું. ઇઝાન આરામથી પોતાના માતા સાનિયાના ખોળામાં સુઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાનિયા અને પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકના ઘરે 30 ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો હતો. શોએબે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પોતાના ફેન્સ સાથે આ ખુશી શેર કરી હતી. તેણે લખ્યું, મને તે જણાવતા આનંદ થાય છે કે હું એક પુત્રનો પિતા બની ગયો. 

મારી પત્ની હંમેશાની જેમ મજબૂત છે. અલ્હુમ્દુલ્લાહ. તમારી દુઆઓ માટે અમે બધાના આભારી છીએ. શોએબ અને સાનિયાના લગ્ન 2 એપ્રિલ 210મા થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news