મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ કરી એવી શરારત કે વાયરલ થઇ ગયો Photo, તમે પણ જુઓ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે જ્યારે તેમની પત્ની સાક્ષી ધોની  (Sakshi Dhoni) આ મામલે તેમનાથી ખૂબ અલગ છે.

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ કરી એવી શરારત કે વાયરલ થઇ ગયો Photo, તમે પણ જુઓ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે જ્યારે તેમની પત્ની સાક્ષી ધોની  (Sakshi Dhoni) આ મામલે તેમનાથી ખૂબ અલગ છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તો દરેક નાની મોટી વાતો પોતાના ફેન્સ સાથે શેર કરે છે. તો ધોની અને પુત્રી જીવા (Ziva Dhoni)ની મજેદાર ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી મજા માણે છે. 

તાજેતરમાં જ તેમણે ધોનીનો એક ફોટો શેર કર્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સાક્ષી ધોનીએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો અને ધોનીનો એકદમ ક્યૂટ ફોટો શેર કર્યો છે. ફોટામાં ધોની બેડ પર સૂતા સૂતા મોબાઇલમાં કંઇક જુએ છે. ધોનીના પગ સાક્ષીના ખોળામાં છે. આ દરમિયાન સાક્ષી માહિના પગના અંગૂઠાને બચકું ભરવાનો પ્રયત્ન કરે છે. 

ફોટા સાથે તેમણે લખ્યું છે કે જ્યારે તમે અટેંશન મેળવવાનો પ્રયત્ન કરો છો #mrsweetie!

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ અને લોકડાઉનના લીધે આઇપીએલ 2020ને પણ અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ વખતે આઇપીએલ પર મહેંદ્ર સિંહ ધોનું ભવિષ્ય ટકેલું હતું. પરંતુ આ તમામ વાતોની ચિંતા કર્યા વિના ધોની રાંચીમાં પોતાની પત્ની અને પુત્રી સાથે સમય વિતાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news