Sachin Tendulkar on Anxiety: કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી તણાવનો સામનો કર્યોઃ સચિન તેંડુલકર

તેંડુલકરે અનએકેડમી દ્વારા આયોજીત એક ચર્ચામાં કહ્યુ- સમયની સાથે મેં અનુભવ્યુ કે રમત માટે શારીરિક રૂપથી તૈયારી કરવાની સાથે તમારે ખુદે માનસિક રૂપથી પણ તૈયાર રહેવુ પડશે.
 

Sachin Tendulkar on Anxiety: કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી તણાવનો સામનો કર્યોઃ સચિન તેંડુલકર

નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યુ કે, પોતાના 24 વર્,ના કરિયરનો એક મોટો ભાગ તેમણે તણાવમાં રહેતા પસાર કર્યો છે અને ત્યારબાદ હું તે વાત સમજવામાં સફળ રહ્યો કે મેચ પહેલા તણાવ રમતની તેની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. કોવિડ-19 દરમિયાન બાયો-બબલ (જૈવ-સુરક્ષિત માહોલ) માં વધુ સમય પસાર કરવાથી ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી અસર વિશે વાત કરતા માસ્ટર બ્લાસ્ટરે કહ્યુ કે, તેનો સામનો કરવા તેની સ્વીકાર્યતા જરૂરી છે. 

તેંડુલકરે અનએકેડમી દ્વારા આયોજીત એક ચર્ચામાં કહ્યુ- સમયની સાથે મેં અનુભવ્યુ કે રમત માટે શારીરિક રૂપથી તૈયારી કરવાની સાથે તમારે ખુદે માનસિક રૂપથી પણ તૈયાર રહેવુ પડશે. મારા મગજમાં મેદાનમાં પ્રવેશ કરતા પહેલા મેચ શરૂ થઈ જતી હતી. તણાવનું સ્તર વધારે રહેતું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની સદી ફટકારનાર એકમાત્ર પૂર્વ ખેલાડીએ કહ્યું- મેં 10-12 વર્ષોવ સુધી તણાવ અનુભવ્યો હતો, મેચ પહેલા ઘણીવાર એવું થયું કે જ્યારે હું રાત્રે સુઈ શકતો નહતો. બાદમાં મેં તે સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું કે આ મારી તૈયારીનો એક ભાગ છે. મેં સમય સાથે સ્વીકાર કરી લીધુ કે મને રાત્રે સુવામાં મુશ્કેલી થાય છે. હું મારા મગજને સહજ રાખવા માટે કંઈક અન્ય કામમાં લગાવતો હતો. 

તેમણે કહ્યું કે, કંઈક અન્યમાં બેટિંગ અભ્યા, ટેલીવિઝન જોવુ અને વીડિયો ગેમ્સ રમવા સિવાય સવારે ચા બનાવવી પણ સામેલ હતું. રેકોર્ડ 200 ટેસ્ટ મેચ રમી 2013માં નિવૃતિ લેનાર ખેલાડીએ કહ્યું- 'મને મેચ પહેલા ચા બનાવવી, કપડાને ઇસ્ત્રી કરવા જેવા કાર્યોથી પણ ખુદને રમત માટે તૈયાર કરવામાં મદદ મળતી હતી. મારા ભાઈએ મને આ બધુ શીખવાડ્યુ હતું. મેં મેચના એક દિવસ પહેલા મારી બેગ તૈયાર કરી લેતો હતો અને આ એક આદત બની ગઈ હતી. મેં ભારત માટે રમેલી અંતિમ મેચમાં પણ આમ કર્યું હતું.'

— Unacademy (@unacademy) May 16, 2021

તેંડુલકરે કહ્યુ કે, ખેલાડીએ મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે પરંતુ તે જરૂરી છે કે ખરાબ સમયનો સ્વીકાર કરે. તેમણે કહ્યું- જ્યારે તમે ઈજાગ્રસ્ત થાવ છો તો ચિકિત્સક કે ફિઝિયો તમારી સારવાર કરે છે. માનસિક સ્વાસ્થ્યના મામલામાં પણ આમ છે. કોઈ પણ માટે ખરાબ-સારા સમયનો સામનો સામાન્ય વાત છે. તેમણે કહ્યું- તે માટે તમારે વસ્તુનો સ્વીકાર કરવો પડશે. આ માત્ર ખેલાડીઓ માટે નથી પરંતુ જે તેની સાથે છે તેને પણ લાગૂ થાય છે. જ્યારે તમે તેનો સ્વીકાર કરો છો પછી તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો છો.

તેમણે ચેન્નઈના એક હોટલ કર્મચારીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, કોઈપણ ગમે તેને શીખવી શકે છે. તેમણે કહ્યું- મારા રૂમમાં એક કર્મચારી ડોસા લઈને આવ્યો અને તેણે ટેબલ પર રાખ્યા બાદ મને એક સલાહ આપી. તેણે જણાવ્યું કે, મારા એલ્બો ગાર્ડ (કોણીને ઈજાથી બચાવનાર) ને કારણે મારૂ બેટ પૂર્ણ રીતે ચાલી રહ્યું નથી, તે વાસ્તવમાં સાચુ તથ્ય હતું. તેણે મને તે સમસ્યાથી છૂટકારો અપાવવામાં મદદ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news