Retirement પછી પણ કરોડોમાં રમે છે સચિન તેંડુલકર, આજે પણ વિરાટથી કમ નથી કમાણી, જાણો કેટલી સંપત્તિના છે માલિક
ભારતના ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે તે તમામ સિદ્ધિ હાંસલ કરી, જે કોઈપણ ખેલાડીનું સપનું હોય છે. તે ભારત જ નહીં પરંતુ દુનિયાના મહાન ક્રિકેટરોમાં જાણીતા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર. આ નામ સામે આવે એટલે આંખોની સામે 5 ફૂટ 5 ઈંચનો, કર્લી વાળવાળો વ્યક્તિ સામે તરી આવે. સચિન તેંડુલકરે પોતાની 24 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. ક્રિકેટના મેદાન સિવાય જાહેરખબરની દુનિયામાં તેમનો ડંકો વાગ્યો અને આજે પણ તે યથાવત છે. 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા સચિન આજે પણ દુનિયાના સૌથી અમીર એથ્લેટમાંથી એક છે. દેશ અને વિદેશની અનેક બ્રાંડની સાથે સચિનના કરાર છે.
સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 834 કરોડ રૂપિયા:
માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની 2020ની કુલ સંપત્તિ લગભગ 834 કરોડ રૂપિયા હતી અને તેમાં વધારો થઈ રહ્યો છે. તેમની કુલ સંપત્તિનો એક મોટો ભાગ ક્રિકેટમાંથી આવ્યો, જ્યારે તેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને નફો મેળવ્યો.
અનેક બ્રાંડ સાથે છે સચિનના કરાર:
આ વિશાળ આંકડો સાબિત કરે છે કે તેંડુલકર હજુ પણ દેશની સૌથી મોટી બ્રાંડમાંથી એક છે અને ક્રિકેટની પીચ પર પોતાની સિદ્ધિઓનો તેમને ફાયદો મળી રહ્યો છે. સચિન કોકા કોલા, એડિડાસ, બીએમડબલ્યૂ ઈન્ડિયા, તોશિબા, જિલેટ અને અનેક જાણીતી બ્રાંડ સાથે જોડાયેલો રહ્યા.
2011-13ની વચ્ચે 1.25 મિલિયન ડોલરની કમાણી કરી:
એવું માનવામાં આવે છે કે તેંડુલકરે એકલા કોકા કોલાની સાથે કરારથી 2011-2013ની વચ્ચે 1.25 મિલિયન ડોલરની કમાણી કરી. સચિન આ દરમિયાન ક્રિકેટમાં એક્ટિવ હતા અને બ્રાંડ એન્ડોર્સમેન્ટથી 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
BCCI તરફથી મળે છે 50,000 રૂપિયા પેન્શન:
ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી BCCIને દર મહિને 50 હજાર રૂપિયા પેન્શનલ તરીકે મળે છે. તેંડુલકરને સર્વોચ્ય સન્માન ભારત રત્ન પણ મળી ચૂક્યો છે. અને તેનાથી દર મહિને પેન્શન તરીકે તેમને સારી રકમ મળે છે.
અનેક એવોર્ડથી સન્માનિત થયા છે સચિન તેંડુલકર:
એટલું જ નહીં તેંડુલકરને પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી, અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. સચિન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે અને જોકે તે આઈકોનના રૂપમાં ફ્રેન્ચાઈઝીનો ભાગ છે.
સચિન પાસે કેટલી સંપત્તિ છે:
તેંડુલકરની પાસે મુંબઈના બ્રાંદ્રા પશ્વિમમાંથી એક વિશાળ પ્રોપર્ટી છે. તેમની હવેલીની અનુમાનિત કિંમત લગભગ 62 કરોડ રૂપિયા છે. તે સિવાય તેંડુલકરની મુંબઈના કોલાબામાં Tendulkar's નામથી મુલુંડમાં Sachin's નામની પ્રોપર્ટી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે