DC vs RCB: બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 16 રનથી કચડ્યું, દિનેશ કાર્તિક બન્યા જીતના હીરો
DC vs RCB (Delhi vs Bangalore): રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ 16 રનથી શાનદાર જીત નોંધાવી છે. આઇપીએલના 27મા મુકાબલામાં બેંગ્લોરની ટીમે 189 રનના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો. બેંગ્લોરની ટીમ આ સીઝનની ચોથી જીત છે અને તે હવે પોઇન્ટ ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઇ છે.
Trending Photos
DC vs RCB (Delhi vs Bangalore): રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ 16 રનથી શાનદાર જીત નોંધાવી છે. આઇપીએલના 27મા મુકાબલામાં બેંગ્લોરની ટીમે 189 રનના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો. બેંગ્લોરની ટીમ આ સીઝનની ચોથી જીત છે અને તે હવે પોઇન્ટ ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઇ છે.
બેંગ્લોરે પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. 190 રનના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 173 રન જ બનાવી શકી હતી. દિલ્હી માટે પૃથ્વી શોએ 16 રન બનાવ્યા. વોર્નર 66 રન બનાવીને આઉટ થયા. મિચેલ માર્શએ 24 બોલમાં 14 રન બનવ્યા. પોવેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયા હતા.
દિનેશ કાર્તિકે ધુંઆધાર સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. કાર્તિક અને અહમદ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 52 બોલમાં 97 રનની ભાગીદારી થઇ હતી. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની શરૂઆત થઇ હતી. બીજી ઓવરમાં જ અનુજ રાવત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલી 12 રનના સ્કોર પર રન આઉટ થયા. પ્રભુદેસાઇ 6 રન પર આઉટ થઇ ગયા. તો બીજી તરફ મેક્સવેલે 34 બોલમાં શાનદાર 55 રન બનાવ્યા હતા.
દિલ્હીની ટીમમાં સરફરાજ ખાનના સ્થાન પર મિચેલ માર્શને જગ્યા મળી છે. જ્યારે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમમાં હર્ષદ પટેલની વાપસી થઇ હતી. તેમણે આકાશદીપની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યા હતા. આરસીબીએ સતત ત્રીજી જીતથી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ચેન્નઇએ ગત મેચમાં તેને 23 રનથી માત આપી હતી. બીજી તરફ દિલ્હી ગત મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વિરૂદ્ધ 44 રનની મોટી જીત નોંધાવ્યા બાદ દ્રઢ મનોબળ સથે મેચમાં ઉતરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે