INDvsNZ: રોસ ટેલર બનાવશે અનોખો રેકોર્ડ, ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે!
ટેલરે ભારત વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં જ પોતાની 100મી મેચ રમી હતી. હવે શુક્રવારે તે પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. તે ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ક્રિકેટર હશે.
Trending Photos
નવી દિલ્હીઃ શુક્રવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાશે. T20I અને ODI બાદ બંન્ને ટીમો ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં આમને-સામને હશે. ભારતીય ટીમે 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 5-0થી જીત હાસિલ કરી અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 3-0થી વનડે સિરીઝ જીતીને બદલો લઈ લીધો છે. તેનાથી ટેસ્ટ સિરીઝ રોમાંચક થઈ ગઈ છે. ટેસ્ટ સિરીઝમાં હવે બંન્ને ટીમ એકવાર ફરી પોતાની ક્ષમતાનું પરીક્ષણ કરશે. ન્યૂઝીલેન્ડ જ્યાં હોમ સિરીઝનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે તો ભારતનો પ્રયત્ન હાઈ નોટની સાથે પ્રવાસનો અંત કરવાનો હશે.
ન્યૂઝીલેન્ડની વનડે સિરીઝ જીતમાં તેના અનુભવી બેટ્સમેન રોસ ટેલરની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે ત્રણ મેચોમાં 194 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ હતી. કમાલની વાત તે રહી કે આ દરમિયાન તે માત્ર એકવાર આઉટ થયો હતો.
આમ તો સિરીઝની પ્રથમ મેચ ટેલર માટે પણ ખાસ હશે. આ તેની 100મી ટેસ્ટ મેચ હશે. આ સાથે ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બની જશે.
India vs New Zealand: ઝડપી અને ઉછાળવાળી પીચ પર કીવી ટીમનો સામનો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા
ટેલરે ભારત વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ દરમિયાન પોતાની 100મી મેચ રમી હતી. 100 ટી20માં તેણે 1909 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 122.68ની રહી છે. તો 231 વનડે આંતરરાષ્ટ્રીય મુકાબલામાં તેણે 8570 રન બનાવ્યા છે. ટેલરે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચોમાં 46.28ની એવરેજથી 7174 રન બનાવ્યા છે.
🇳🇿🏏👏
In 24 hours time @RossLTaylor will become the first player to reach 100 caps in Tests, ODIs & T20Is
Tests 99🧢
Average 46.28
Top Score 290
ODIs 231🧢
Average 48.69
Top Score 181*
T20Is 100🧢
Average 26.51, Strike Rate 122.68
Top Score 63
— The Pinch Hitter (@LePinchHitter) February 19, 2020
સૌથી વધુ ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે છે. સચિને 200 ટેસ્ટ અને 463 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તો રોહિત શર્માએ 108 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે