રોહિત- દ્રવિડ મળીને બર્બાદ કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું કરિયર, બેંચ પર વિતાવી રહ્યો છે સમય
એક સમય એવો પણ હતો, જ્યારે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને ટીમની મજબૂત કડી માનવામાં આવતો હતો. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ લીધા પછી એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે આ ખેલાડીના કરિયરની ઉલ્ટી ગણતરી શરૂ થઈ હતી.
Trending Photos
નવી દિલ્હી; રોહિત શર્માને હાલમાં જ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા કમાલનું પ્રદર્શન કરી રહી છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ કોચનો સાથ મળી રહ્યો છે. આ બન્ને દિગ્ગજ ટીમ ઈન્ડિયાને એકવાર ફરીથી આઈસીસી ટ્રોફી અપાવવાની તૈયારી કરી રહ્યા છે. આ બન્ને દિગ્ગજ ખેલાડીઓને ભરપૂર મોકા આપવા માટે જાણીતા છે, પરંતુ એક ખેલાડી એવો પણ છે જેનું કરિયર આ બન્ને દિગ્ગજોના કારણે બર્બાદ થઈ રહ્યું છે.
બર્બાદ થઈ રહ્યું છે આ ખેલાડીનું કરિયર
એક સમય એવો પણ હતો, જ્યારે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને ટીમની મજબૂત કડી માનવામાં આવતો હતો. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ લીધા પછી એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે આ ખેલાડીના કરિયરની ઉલ્ટી ગણતરી શરૂ થઈ હતી. મહેન્દ્રસિંહ ધોની પછી જ્યારે વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં ખુબ જ ઓછા ચાન્સ મળ્યા. હવે રોહિત શર્મા જ્યારે કેપ્ટન બન્યો ત્યારથી આ ખેલાડીનો ભાવ સુદ્ધા પુછવામાં આવતો નથી. ટીમ ઈન્ડિયાના ખતરનાક ચાઈનામેન બોલર કુલદીપ યાદવને રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં મોકો આપ્યો નહોતો, બીજી બાજુ દરેક લોકોને આશા હતી કે કુલદીપ યાદવને મોકો આપીને રોહિત શર્મા તેનું કરિયર બચાવશે.
Playing 11 માંથી કરી નાંખ્યો બહાર
રોહિત શર્માએ કુલદીપ યાદવને મોકો નહીં આપીને વિરાટ કોહલી જેવી ભૂલ દોહરાવી છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ કુલદીપ યાદવને પોતાની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં હિચકાટ અનુભવતા હતા. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, લેફ્ટ આર્મ સ્પિનર રવીંદ્ર જાડેજા અને ઓફ સ્પિનર જયંત યાદવને મોકો આપ્યો છે. કુલદીપ યાદવને મોકો નહીં મળતા હવે રોહિત શર્મા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ વિવાદના કારણે મચ્યો હંગામો
તમને જણાવી દઈએ કે કુલદીપ યાદવ એ જ ખેલાડી છે, જેના કારણે ક્યારેક કોહલી અને અનિલ કુંબલેની વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. 2017 માર્ચમાં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ પર કેપ્ટન કોહલી અને પૂર્વ કોચ કુંબલેની વચ્ચે અણબન થઈ હતી. જોકે, સીરિઝની ત્રીજી ટેસ્ટમાં કુંબલે ઈચ્છતા હતા કે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવે, પરંતુ કોહલીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આ વિવાદ ધર્મશાળા ટેસ્ટ દરમિયાન થયો હતો. ધર્મશાળા ટેસ્ટમાં વિરાટ કોહલી ઈજાના કારણે આ મેચનો ભાગ નહોતો અને અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન હતા.
આ મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવને મોકો આપવામાં આવ્યો હતો. કોહલી તેના વિરુદ્ધ હતા, તે અમિત મિશ્રાને રમાડવા માંગતા હતા. આ નિર્ણય વિરાટને જણાવ્યા વગર લેવામાં આવ્યો હતો. તેના સિવાય જાણવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ગ્રેડ એ માં સામેલ કરવામાં પણ ખચકાટ અનુભવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કુલદીપ યાદવને લઈને આ વિવાદના કારણે જ કોહલી તેમને પોતાની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરતા નહોતા. જ્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને રવિ શાસ્ત્રી હેડ કોચ હતા, ત્યારે કુલદીપ યાદવનું કરિયર લગભગ ખતમ થઈ ગયું હતું.
આ ખેલાડીની જેમ વેરિએશનમાં બોલિંગ કરવી મુશ્કેલ
કુલદીપ યાદવમાં ટેલેન્ટની કોઈ કમી નથી. તે એક ખાસ પ્રકારની બોલિગ માટે જાણીતા છે, જેણે 'ચાઈનામેન બોલિંગ' કહેવામાં આવે છે. આ ખુબ જ અનોખી બોલિંગ સ્ટાઈલ છે, તેમાં ડાબા હાથના સ્પિનર બોલને આંગળીઓના બદલે કલાઈથી સ્પિન કરાવે છે. મહેન્દ્રસિંહ ધોની જ્યારે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમતા હતા, ત્યારે કુલદીપ યાદવને સૌથી વધુ ફાયદો મળતો હતો, પરંતુ ધોનીએ સંન્યાસ લેતા જ કુલદીપ યાદવનું કરિયર અંધારામાં આવી ગયું છે.
ખુબ જ શાનદાર છે કરિયર
કુલદીપ યાદવે ભારત માટે 24 ટી20 મેચમાં 41 વિકેટ લીધી છે. તેમણે 45 આઈપીએલ મેચ પણ રમી છે, જેમાં તેમના નામે 40 વિકેટ છે. કુલદીપનું વનડે કરિયર પણ શાનદાર રહ્યું છે. તેમણે 66 વનડેમાં 109 વિકેટ ઝડપી છે. આ આંકડા કુલદીપ યાદવની પ્રતિભા દર્શાવવા માટે પર્યાપ્ત છે. ટી20 ફોર્મેટમાં તેમનો ઈકોનોમી રેટ પણ 8થી ઓછો છે. કુલદીપ યાદવે ભારત માટે 7 ટેસ્ટ મેચોમાં 26 વિકેટ ઝડપી છે. કુલદીપના નામે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં 5 વિકેટ હોલ લેવાનો પણ રેકોર્ડ છે. આવો રેકોર્ડ આજ દિન સુધી અશ્વિનને પણ વિદેશમાં બનાવ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે