Rohit Sharma out of 5th test: રોહિત શર્મા છેલ્લી ટેસ્ટમાંથી બહાર, વિરાટ નહીં પણ આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

Rohit Sharma out of 5th Test: ટીમ ઇન્ડિયા આગામી મહિનાની પહેલી તારીખથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. પરંતુ આ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા મેચમાંથી બહાર થઈ ચુક્યો છે.

Rohit Sharma out of 5th test: રોહિત શર્મા છેલ્લી ટેસ્ટમાંથી બહાર, વિરાટ નહીં પણ આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

Rohit Sharma out of 5th Test: ટીમ ઇન્ડિયા આગામી મહિનાની પહેલી તારીખથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. પરંતુ આ ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો જ્યારે ટીમનો હિટમેન ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો છે. સમગ્ર દુનિયા રાહ જોઈ રહી હતી કે રોહિત પાંચમી ટેસ્ટમાં રમી શકશે કે નહીં. જોકે, હવે રોહિત શર્માના રમશે કે નહીં રમે તેના પર અપડેટ આવી ગયા છે.

રોહિત થયો પાંચમી ટેસ્ટમાંથી બહાર
રોહિત શર્માને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટથી પહેલા સ્વસ્થ થઈ શક્યો નથી અને હવે તેને આ મોટી મેચથી બહાર રહેવું પડશે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન બનશે. ન્યુઝ એજન્સી ANI એ આ વાતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, રોહિત પાંચમી ટેસ્ટ પહેલા જ પ્રેક્સિટ મેચ દરમિયાન કોવિડ સંક્રમિત થયો હતો અને તે અત્યાર સુધી સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યો છે.

જસપ્રીત બુમરાહ છે તૈયાર
એટલું જ નહીં જસપ્રીત બુમરાહ પોતે ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન બનવા માટે તૈયાર છે. જે સમયે ભારતીય ટીમનો ઉપકેપ્ટન બન્યો હતો તે સમયે તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે કેપ્ટનની જવાબદારી લેવા માટે તૈયાર છે? તે સમયે બુમરાહે કહ્યું હતું કે, જો ભવિષ્યમાં તેને આ જવાબદારી આપવામાં આવે તો તેના માટે તે તૈયાર છે. જોકે, હવે રોહિત શર્મા સમયસર સ્વસ્થ ન થઈ શકવાથી બુમરાહનું આ સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે.

રહોતિ થયો કોરોના પોઝિટિવ
ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યો છે. રોહિ શર્મા શનિવારના રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની જાણકારી બીસીસીઆઇએ ટ્વિટર દ્વારા આપી હતી. લીસેસ્ટરશાયર સામે રમાયેલી 4 દિવસની પ્રેક્ટિસ મેચમાં રોહિત ટીમનો ભાગ હતો. તેણે પહેલી ઇનિંગમાં બેટિંગ પણ કરી હતી, પરંતુ બીજી ઇનિંગમાં તે બેટિંગ કરી શક્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news