રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા બનશે વર્લ્ડ ચેમ્પિયન, WTC ફાઈનલમાં છે ગજબનો સંયોગ!

WTC Final: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલા માટે તૈયાર છે. ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ પહેલા એક એવો સંયોગ જોવા મળી રહ્યો છે જેનાથી લાગે છે કે ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી ભારત જીતી જશે. તેનું સીધુ કનેક્શનકેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલું છે. 

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા બનશે વર્લ્ડ ચેમ્પિયન, WTC ફાઈનલમાં છે ગજબનો સંયોગ!

નવી દિલ્હીઃ ભારતની કૌશલ અને જુસ્સાથી ભરેલી ટીમ બુધવારે ઓસ્ટ્રેલિયાની મજહૂત ટીમ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)નો ફાઈનલ મુકાબલો રમવા ઉતરશે. રોહિત શર્માની ટીમની નજર આઈસીસી ટાઈટલના એક દાયકાના દુષ્કાળને ખતમ કરવા પર ટકેલી હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે સીઝનમાં ભારત સૌથી નિરંતર પ્રદર્શન કરનારી ટીમ રહી છે. છેલ્લા 10 વર્ષમાં એક-બે ટૂર્નામેન્ટને છોડી દેવામાં આવે તો ભારત દર વર્ષે નોકઆઉટમાં પહોંચ્યું છે, પરંતુ પોતાના નામે ટાઈટલ કરી શક્યું નથી.

રોહિત કેપ્ટન તરીકે ક્યારેય ફાઈનલ હાર્યો નથી
આ વખતે એક ખાસ વાત છે, જે છેલ્લી કોઈ ટૂર્નામેન્ટમાં રહી નથી. રોહિત શર્મા પ્રથમવાર આઈસીસી ટૂર્નામેન્ટના ફાઈનલમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. રોહિત અત્યાર સુધી કેપ્ટનના રૂપમાં કોઈપણ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો હાર્યો નથી. તેની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત ફાઈનલમાં પહોંચી છે અને દર વખતે ટાઈટલ જીત્યું છે. એકવાર ચેમ્પિયન્સ લીગમાં પણ મુંબઈની આગેવાની કરતા રોહિત ટ્રોફી જીતી ચુક્યો છે. ત્રણ વખત તો તેણે એમએસ ધોની જેવા દિગ્ગજ કેપ્ટનને પરાજય આપ્યો છે. 

ટીમ ઈન્ડિયા માટે બે ફાઈનલ પણ જીત્યા
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ એકપણ ફાઈનલ જીતી શકી નથી. પરંતુ વિરાટના આરામ લેવા પર જ્યારે રોહિત શર્માને ટીમની કમાન મળી હતી તો ટીમ ઈન્ડિયા બે વખત ટૂર્નામેન્ટ પોતાના નામે કરી ચુકી છે. 2018માં નિદહાસ ટ્રોફી ભારતે જીતી હતી. એશિયા કપ 2018માં પણ રોહિત શર્મા ભારતનો કેપ્ટન હતો. સૌથી રોમાંચક વાત છે કે બંને મુકાબલામાં છેલ્લા બોલ પર ભારતીય ટીમને જીત મળી હતી. આઈપીએલમાં પણ બે વખત છેલ્લા બોલે મુંબઈની ટીમ વિજેતા રહી છે. એટલે કે રોહિત શર્માના પક્ષમાં લક પણ રહે છે. 

આ સૌથી મોટી જીત હશે
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતે છે તો આ તેના કેપ્ટનશિપ કરિયરની સૌથી મોટી ટ્રોફી હશે. આ સાથે ભારતીય ટીમનો દુકાળ પણ ખતમ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news