Roger Federer Retirement: દિગ્ગજ રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, લેવર કપ હશે છેલ્લી એટીપી ઇવેન્ટ

Roger Federer Retirement: ટેનિસના દિગ્ગજ રોજર ફેડરેરે મોટાભાગની સ્પર્ધાથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે ટ્વીટ કરી તેની પુષ્ટી કરી છે.

Roger Federer Retirement: દિગ્ગજ રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, લેવર કપ હશે છેલ્લી એટીપી ઇવેન્ટ

Roger Federer Retirement: ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે મોટાભાગની સ્પર્ધામાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી આ વાતની પુષ્ટી કરી છે. તેમણે લખ્યું- લંડનમાં આવતા અઠવાડીયે લેવર કપ મારી છેલ્લી એટીપી ઇવેન્ટ હશે. હું ભવિષ્યમાં વધુ ટેનિસ રમીશ, ચોક્કસ, પરંતુ ગ્રાન્ડ સ્લેમ કે ટૂરમાં નહીં. 20 ગ્રેન્ડ સ્મેલ ખિતાબ જીતી ચૂકેલા 41 વર્ષીય દિગ્ગજ રોજર ફેડરેર વિમ્બલ્ડનના ક્વોર્ટર ફાઈનલ મેચમાં હાર બાદથી કોર્ટની બહાર છે. જે પછી તેમણે ઘૂટણની સર્જરી કરાવી હતી. ફેડરર સપ્ટેમ્બરમાં લંડનમાં લેવર કપમાં વાપસી કરવાના છે.

ફેડરરે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું- હું 41 વર્ષનો છું. મેં 24 વર્ષમાં 1500 થી વધુ મેચ રમી છે અને ટેનિસે મારી સાથે આટલો ઉદાર વ્યવહાર કર્યો છે જેટલો મેં ક્યારે વિચાર્યો ન હતો. આ મારા પ્રતિસ્પર્ધી કરિયરને ખતમ કરવોનો સમય છે.

— Roger Federer (@rogerfederer) September 15, 2022

With Love,
Roger pic.twitter.com/1UISwK1NIN

— Roger Federer (@rogerfederer) September 15, 2022

ફેડરર હાલના વર્ષોમાં ઇજાગ્રસ્ત રહ્યા છે. આ વચ્ચે નડાલ આ વર્ષ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી મેન્સ સિંગલમાં સર્વાધિક ગ્રેન્ડસ્લેમ (22) જીતનાર ટોપ ખેલાડી બની ગયા છે. આ યાદીમાં બીજા સ્થાન પર નોવાક જોકોવિચ છે. ત્રીજા સ્થાન પર રોજર ફેડરર છે. જેમના નામે 20 ગ્રેન્ડસ્લેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news