AUS vs WI: ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોટિંગના હાર્ટમાં સમસ્યા, લઇ જવામાં આવ્યા હોસ્પિટલ

AUS vs WI: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંડીઝ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોટિંગને છાતીમાં દુખાવાની સમસ્યા થઇ. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા. 

AUS vs WI: ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોટિંગના હાર્ટમાં સમસ્યા, લઇ જવામાં આવ્યા હોસ્પિટલ

AUS vs WI: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે પર્થમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોટિંગને છાતીમાં દુખાવની તકલીફ થઇ છે. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા. ટેસ્ટના ત્રીજા દિવસે રિકી પોંટિંગને લંચ ટાઇમના સમયે પરેશાનીનો સામનો કરવો પડ્યો. રિકી પોટિંગ ચેનલ સેવન માટે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. સમસ્યા બાદ તે પરત કોમેન્ટ્રી માટે આવ્યા નહી. 

મેચનો ત્રીજો દિવસ
આજે મેચનો ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડીંઝના ત્રીજા દિવસે પહેલી ઇનિંગમાં 283 રનમાં સમેટાઇ ગઇ. પહેલી ઇનિંગ બાદ પણ વેસ્ટઇન્ડીઝ ઉપર 315 રનોની લીડ બાકી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટીંગ કરતાં 598 રન બનાવી અને 4 વિકેટ ગુમાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. 

લાબુશેન અને સ્મિથે ફટકારી બેવડી સદી
આ મેચની પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથે ફરીથી સદી ફટકારી. તેમાં માર્નસ લાબુશેને 204 રનોની ઇનિંગ રમી. તેમની આ ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક સિક્સર સામેલ છે. તો બીજી તરફ સ્ટીવ સ્મિથ 200 રન પર અણનમ રહ્યા. તેમની આ ઇનિંગમાં કુલ 16 ચોગ્ગા સામેલ રહ્યા. બંને બેટ્સમેન શાનદાર લયમાં જોવા મળ્યા. આ ઉપરાંત ટ્રેવિસ હેડે 99 અને ઉસ્માન ખ્વાઝાએ 65 રનની ઇનિંગ રમી હતી. 

લયમાં જોવા મળ્યા ઓસ્ટ્રેલિયા બેટ્સમેન
ત્યારબાદ બેટીંગ કરવા માટે ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ઓસ્ટ્રેલિયાઇ બેટ્સનો સામે ઘૂંટણીયે પડતા જોવા મળ્યા. તેમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક 51 રન ખર્ચ કરીને 3 વિકેટ પોતાના નામે કરી. આ ઉપરાંત કેપ્ટન પેટ કમિંસએ પણ 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ નાથન લિયોને 2 વિકેટ ઝડપી. આ ઉપરાંત હેઝલુવડ અને કેમરન ગ્રીને 1-1 વિકેટ પોતાના નામે કરી. 

તમને જણાવી દઇએ કે વેસ્ટઇન્ડીઝના ક્રેગ બ્રેથવેટે 64, ટી ચંદ્રપોલે 51, બ્લેકવુડે 36, શમર બ્રુક્સે 33 અને જેસન હોલ્ડરે 27 રનની ઇનિંગ રમી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news