જાડેજાના 'મેજિક બોલે' સ્મિથના ઉડાવી દીધા સ્ટમ્પ, ખબર જ ના પડી કે બોલ ક્યાંથી ગયો

IND vs AUS, 2023: રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરીને મહેમાન ટીમની જડને ઉખાડી નાખી હતી. રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટ મેચમાં અચાનક ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી જેનાથી ભારતીય ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

જાડેજાના 'મેજિક બોલે' સ્મિથના ઉડાવી દીધા સ્ટમ્પ, ખબર જ ના પડી કે બોલ ક્યાંથી ગયો

IND vs AUS, 1st Test: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 5 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નાગપુર ટેસ્ટ મેચમાં 22 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરીને મહેમાન ટીમમાં ખળભળાટ મચાવી દીધો હતો. રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટ મેચમાં અચાનક ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી જેનાથી ભારતીય ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

જાડેજાના 'મેજિક બોલે' સ્મિથનું સ્ટમ્પ ઉડાવી દીધું
વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 42મી ઓવરમાં પોતાના એક 'મેજિક બોલ'થી સ્ટીવ સ્મિથનું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. રવિન્દ્ર જાડેજાનો આ બોલ એટલો ખતરનાક હતો કે ક્લીન બોલ્ડ થયા બાદ પણ સ્ટીવ સ્મિથ માની જ ન શક્યો કે તે ક્લીન બોલ્ડ થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા દ્વારા ક્લીન બોલ્ડ થયા બાદ સ્ટીવ સ્મિથ મિનિટો સુધી સ્ટમ્પ જોતો રહ્યો. સ્ટીવ સ્મિથનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

— Johns. (@CricCrazyJohns) February 9, 2023

— Rohit.Bishnoi (@The_kafir_boy_2) February 9, 2023

સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ બરોબર
ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથ 107 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ કંઈ સમજે તે પહેલા જ રવિન્દ્ર જાડેજાના બોલે તેનું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. ખતરનાક બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમના બરાબર છે, જે એકવાર ક્રિઝ પર રહે તો ટીમ ઈન્ડિયાને મેચમાંથી બહાર કરી દેત. સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ ઘણી ટેસ્ટ મેચોમાં સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં માર્નસ લાબુશેન (49), સ્ટીવ સ્મિથ (37), મેટ રેનશો (0), પીટર હેન્ડ્સકોમ્બ (31) અને ટોડ મર્ફી (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news