IPL Auction 2022: અન્ડર-19 વિશ્વકપના હીરો પર પૈસાનો વરસાદ, આ ખેલાડી બની ગયા કરોડપતિ

IPL Auction 2022 Highlights: બેંગલોરમાં ચાલી રહેલી આઈપીએલની હરાજીના બીજા દિવસે અન્ડર-19 ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. 
 

IPL Auction 2022: અન્ડર-19 વિશ્વકપના હીરો પર પૈસાનો વરસાદ, આ ખેલાડી બની ગયા કરોડપતિ

બેંગલોરઃ IPL Auction 2022 Highlights: આઈપીએલની મેગા હરાજી બેંગલોરમાં ચાલી રહી છે. આજે હરાજીનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધી અનેક ખેલાડીના ભાગ્યનો નિર્ણય થઈ ચુક્યો છે. મેગા હરાજીમાં તમામની નજર તે ખેલાડીઓ પર હતી, જેણે અન્ડર-19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. યુવા ખેલાડી રાજ બાવાની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી, પરંતુ તેને પંજાબ કિંગ્સે 2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે રાજવર્ધનની બેઝ પ્રાઇઝ 30 લાખ હતી, તેને ચેન્નઈ સુપર કિંગ્સે 1.50 કરોડમાં ખરીદ્યો છે. તો કેપ્ટન યશ ધુલને માત્ર 50 લાખમાં દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

બીજા દિવસની હરાજીમાં ચોંકાવનારી વાત જોવા મળી. ઘણા અનકેપ્ટ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો તો દિગ્ગજોને સામાન્ય રકમ મળી હતી. પ્રથમ દિવસની હરાજીમાં ટીમોએ મોટી રકમ ખર્ચી હતી તો બીજા દિવસે પોતાના બજેટ અનુસાર ખેલાડીઓની ખરીદી કરી હતી. અત્યાર સુધી અનેક ખેલાડીઓને લોટરી લાગી છે. 

બીજા દિવસે આ ખેલાડી રહ્યા અનસોલ્ડ
ડેવિડ મલાન, માર્નસ લબુશાને, ઇઓન મોર્ગન, સૌરભ તિવારી, એરોન ફિન્ચ, ચેતેશ્વર પુજારા, ક્રિસ જોર્ડન, જેમ્સ નીશમ, ઇશાંત શર્મા, તબરેઝ શમ્સી, નાથન કુલ્ટર-નાઇલ, લુંગી એનગીડી, શેલ્ડન કોટ્રેલ, કૈસ અહેમદ, પીયૂષ ચાવલા, પીયૂષ ચાવલા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news