પિંક બોલથી ટેસ્ટ સકારાત્મક શરૂઆત, પરંતુ સુવિધામાં સુધાર જરૂરીઃ દ્રવિડ

પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું કે, સ્ટેડિયમમાં આવવાને લઈને પ્રશંસકોને આકર્ષિત કરવાના પ્રયત્નમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમવી એક સકારાત્મક શરૂઆત છે. 

પિંક બોલથી ટેસ્ટ સકારાત્મક શરૂઆત, પરંતુ સુવિધામાં સુધાર જરૂરીઃ દ્રવિડ

કોલકત્તાઃ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવારથી રમાશે, જેને સફળ બનાવવા માટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav ganduli) પણ ખુબ મહેનત કરી રહ્યાં છે. કોલકત્તામાં રમાનારી આ ટેસ્ટ મેચ પિંક બોલથી (pink ball) રમાશે જે ડે-નાઇટ (Day night) ફોર્મેટમાં હશે. 

પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડનું (rahul dravid) માનવું છે કે ડે-નાઇટ ટેસ્ટ મેચોને (Day Night test match) સફળ બનાવવા માટે પાયાની સુવિધાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ક્રિકેટ સ્ટેડિયમમાં જવાને લઈને પ્રશંસકોને આકર્ષિત કરવાના પ્રયત્નમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમવી એક સકારાત્મક શરૂઆત છે. 

દ્રવિડે કહ્યું, 'કાર પાર્કિંગ, બેસવાની સુવિધા, શૌચાલય જેવી પાયાની વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. આ કેટલિક એવી વસ્તુ છે જે ડે-નાઇટ ટેસ્ટ તરફ આકર્ષિત કરશે. આ ઘણી વસ્તુમાથી એક છે, જેનાથી ફેન્સ વચ્ચે ટેસ્ટ મેચને લઈને યોગ્ય રીતે ઉત્સાહ વધારી શકાય છે. જો આપણે ઝાકળને નિયંત્રણ કરવામાં સક્ષમ છે, તો પિંક બોલ ટેસ્ટ ભારતમાં એક વિશેષતા બની શકે છે.'

પૂર્વ ક્રિકેટરો, મીડિયા પંડિતો અને અધિકારીઓએ જણાવ્યું કે, કેમ ગુલાબી બોલ અને ડે-નાઇટ ફોર્મેટ દેશમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાસંગિક બનાવી રાખવાની એક રીત છે, જ્યાં ફેન્સનું વલણ નાના ફોર્મેટની ક્રિકેટ મેચો તરફ વધતું જાય છે. 

તેમણે કહ્યું, 'જ્યારે બોલ ભીનો થઈ જાય છે અને સ્વિંગ કરતો નથી તો બોલરોની સામે મુશ્કેલી આવે છે. આ (ગુલાબી બોલ) એક નવી વાત છે જે લોકોને સ્ટેડિયમમાં આકર્ષિત કરશે અને તેને લઈને પ્રયત્ન કરવો જોઈએ.'

દ્રવિડે કહ્યું, 'વર્ષ 2001મા ઈડન ગાર્ડનમાં 1,00,000 લોકો હતો, તો અમે તે વાતને યાદ નહીં કરતા કે તે સમયે, કોઈ એચડી ટીવી ન હતી જે તમારા ઘર પર એક સારો અનુભવ આપવાની ગેરંટી આપી શકે છે. તે સમયે મોબાઇલ પર કોઈ મેચ જોતું નહતું.  તેમણે બીસીસીઆઈને કહ્યું કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા પારંપરિક ટેસ્ટ ઉત્સવ માટે યોજના બનાવી શકાય છે, જેમ કોલકત્તામાં ન્યૂ યર ટેસ્ટ અને ચેન્નઈમાં પોંગલ ટેસ્ટ જે પરિવારની સાથે ટેસ્ટ મેચ જોવાનો વિકલ્પ હોઈ શકે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news