US Open: નડાલ ક્વાર્ટર ફાઇનલમાં, વર્લ્ડ નંબર-1 ઓસાકા બહાર

પુરૂષ સિંગલ વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનિશ દિગ્ગજ નડાલે ક્રોએશિયાના મારિન સિલિચને 6-3, 3-6, 6-1, 6-2થી પરાજય આપ્યો હતો. 
 

US Open: નડાલ ક્વાર્ટર ફાઇનલમાં, વર્લ્ડ નંબર-1 ઓસાકા બહાર

ન્યૂયોર્કઃ અમેરિકામાં રમાઇ રહેલા યૂએપ ઓપનમાં સોમવારે રાત્રે સ્પેનનો રાફેલ નડાલે 2014ના ચેમ્પિયન ક્રોએશિયાના મારિન સિલિચને હરાવી દીધો હતો. આ જીતની સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ત્યાં તેનો મુકાબલો આર્જેન્ટીનાના ડિએગો સ્વાર્ત્જમૈન સામે થશે. બીજી વરીયતા પ્રાપ્ત નડાલે સિલિચને 6-3 3-6 6-1 6-2થી પરાજય આપ્યો હતો. તે 2010, 2013 અને 2017મા યૂએપ ઓપન જીતી ચુક્યો છે. નડાલ 40મી વખત ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો છે. યૂએપ ઓપનમાં આ તેનો 9મો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હશે. 

નડાલે જીત બાદ કહ્યું, 'અહીં રમવા પર મારી અંદર જે ભાવનાઓ હોય છે, તેને હું વ્યક્ત ન કરી શકું. હું આ રમતને પ્રેમ કરુ છું. મારી જાતને ભાગ્યશાળી માની રહ્યું છું કે હજુ હું ટેનિસ રમી રહ્યો છું.' સ્વાર્ત્જમૈન વિરુદ્ધ રમાનારી આગામી મેચ વિશે તેણે કહ્યું, 'તે શાનદાર ટેનિસ રમી રહ્યો છે. તે આ સમયના શાનદાર ખેલાડીઓમાંથી એક છે.'

જ્વેરેવ હાર્યો, 18 ગ્રાન્ડસ્લેમમાં માત્ર બે વાર ક્વાર્ટરમાં પહોંચ્યો
20મી વરીયતા પ્રાપ્ત સ્વાર્ત્જમૈને વર્લ્ડ નંબર-6 જર્મનીના એલેક્ઝેન્ડર જ્વેરેવને હરાવી દીધો હતો. તેણે આ મુકાબલો 3-6 6-2 6-4 6-3થી જીત્યો હતો. જ્વેરેવ 18મી વાર ગ્રાન્ડસ્લેમ રમવા ઉતર્યો હતો. તે અત્યાર સુધી માત્ર બે વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો. 

માટેઓ બેરેતિનીએ રૂસના આંદ્રે રુબવેલને હરાવ્યો
ઇટાલીના માટેઓ બેરેતિની પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તે 42 વર્ષમાં યૂએસ ઓપનના અંતિમ-8મા પહોંચનાર પ્રથમ ઇટાલિયન પ્લેયર બની ગયો છે. 1977મા કોરાદો બારાજુત્તી સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. બેરેતિનીએ વર્લ્ડ નંબર-43 રૂસના આંદ્રે રૂબલેવને 6-1 6-4 7-6 (8/6)થી હરાવ્યો હતો. 

બેનિસિચે ઓસાકાને સીધા સેટમાં હરાવી
મહિલા સિંગલ્સમાં નંબર-1 જાપાનની નાઓમી ઓસાકા હારીને બહાર થઈ ગઈ છે. સ્વિટ્ઝર્લેન્ડની બેલિંડા બેનિસિચે આસાકાને 7-5, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બેનિસિચ વર્લ્ડ રેન્કિંગમાં 12મા સ્થાન પર છે. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ક્રોએશિયાની ડોન્ના વેકિચ સામે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news