રેકોર્ડ 14મી વાર ફાઇનલમાં પહોંચ્યા Rafael Nadal, Alexander Zverev એ અધવચ્ચે છોડી મેચ
સ્પેનના મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલે પોતાના 36મા જન્મદિવસના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઇનલમાં તેમનો સામનો જર્મનીના એલેક્ઝેંડર જ્વેરેવ સાથે થયો હતો. જોકે આ મેચમાં બીજા સેટમાં જર્મન ખેલાડી ઇજાગ્રસ્ત થયા હતા.
Trending Photos
Nadal into French Open final: સ્પેનના મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલે પોતાના 36મા જન્મદિવસના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઇનલમાં તેમનો સામનો જર્મનીના એલેક્ઝેંડર જ્વેરેવ સાથે થયો હતો. જોકે આ મેચમાં બીજા સેટમાં જર્મન ખેલાડી ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે વોકઓવર મળી ગયો હતો. નડાલ તે સમયે 7-6, 6-6 થી હતા.
રાફેલે પોતાના કેરિયરમાં 14મી વાર ફ્રેંચ ઓપનની ફાઇલમાં જગ્યા બનાવી લીધી છે. તે 13મી વાર ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે. તેમને ફક્ત એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે.
આ મેચમાં નડાલે પોતાના સેટ ટાઇબ્રેકરમાં પોતાના નામે કરી. આ બીજો સેટ પણ ટાઇબ્રેકરમાં જતો રહ્યો હતો, ત્યારે જ્વેરેવ શોટ રમવાના પ્રયત્નમાં પડી ગયા અને પોતાના ઘૂંટણે ઇજા પહોંચાડી બેઠ્યા. ત્યારબાદ તેમને વ્હીલ ચેરથી કોર્ટમાંથી બહાર લઇ જવામાં આવ્યા. ત્યારબાદ તે ઘોડીની મદદથી કોર્ટ પર આવ્યા.
તેમની સ્થિતિ જોઇ સ્પષ્ટ થઇ ગયું છે કે તે હવે આ મુકાબલામાં રમી શકશે નહી. ત્યારબાદ નડાલને વિજેતા જાહેર કરી દીધા. તમને જણાવી દઇએ કે બીજી સેમીફાઇનલ મારિન સિલિચ અને કૈસ્સર રડની વચ્ચે થશે. આ મેચનો વિજેતા રવિવારે નડાલ વિરૂદ્ધ ઉતરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે