સિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ આગામી મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિશફેલ્ટની સામે ટકરાશે. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના આગામી રાઉન્ડમાં મુગ્ધા આગ્રે અને પોર્નપાવી ચોચુવોંગ વચ્ચે રમાનારી મેચની વિજેતા સામે ટકરાશે.

સિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

સિંગાપુરઃ ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ સિંગાપુર બેડમિન્ટન ઓપનમાં મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બુધવારે સિંધુએ ઈન્ડોનેશિયાની લાયની એલેક્જેન્ડ્રા મૈનાકીને સીધા સેટમાં 21-9, 21-7થી પરાજય આપ્યો હતો. આ મેચ સિંધુએ આસાનીથી 27 મિનિટમાં પોતાના નામે કરી લીધો હતો. તો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સાઇનાએ પણ ઈન્ડોનેશિયાની યૂલિયા યોસેફિનન સામે 21-16, 21-11થી વિજય મેળવ્યો હતો. 

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ આગામી મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિશફેલ્ટની સામે ટકરાશે. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના આગામી રાઉન્ડમાં મુગ્ધા આગ્રે અને પોર્નપાવી ચોચુવોંગ વચ્ચે રમાનારી મેચની વિજેતા સામે ટકરાશે. 

એચએસ પ્રણવ અને સમીર વર્મા પણ પ્રી-ક્વાર્ટરફાઇનલમાં
એચએસ પ્રણવ અને સમીર વર્માએ પણ પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પુરૂષ સિંગલમાં પ્રણયે વર્લ્ડ નંબર 34 બ્રાઇસ લેવરડેઝને 11-21, 21-16, 21-18થી હરાવ્યો હતો. જ્યારે સમીવે વર્લ્ડ નંબર 31 સુપન્યુ અવિહિંગ્સનોન સામે 21-14, 21-6થી વિજય મેળવ્યો હતો. 

પુરૂષ ડબલ્સમાં મનુ-બી અને સૌરભ-અનૌષ્કા બહાર
પુરૂષ ડબલ્સમાં ભારત માટે ખરાબ સમારા આવ્યા છે. મનુ અત્રિ અને બી સુમીથ રેડ્ડી પોતાનો મુકાબલો હારીને બહાર થઈ ગયા છે. તેને ડેની બાવા અને કીન હીને 13-21, 17-21થી પરાજય આપ્યો હતો. આ સિવાય સૌરભ શર્મા અને અનુષ્કા પારિખ પણ પોતાની મેચ જીતી શક્યા નથી. તેના થાઈલેન્ડના ડેચપોલ પુઆવરનુક્રોહ અને સેપસિરી તૈરાતનાચાઈએ 12-21, 12-21થી પરાજય આપ્યો હતો. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news