Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!
એવા સમાચાર આવી રહ્યા છે કે લોકેશ રાહુલ પોતાને પંજાબ ટીમમાંથી અલગ કરવા માગે છે. રિપોર્ટ પ્રમાણે રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સ માટે રમવા ઈચ્છતો નથી.
Trending Photos
નવી દિલ્લી: આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નહીં. જોકે ટીમના કેપ્ટન લોકેશ રાહુલે આખી ટુર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. રાહુલે 13 મેચમાં 62.60ની એવરેજથી 626 રન બનાવ્યા. જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે. 29 વર્ષના રાહુલે 2018માં પંજાબની ટીમ જોઈન કરી હતી અને ત્યારથી તે દરેક સિઝનમાં સારું પ્રદર્શન કરતો આવ્યો છે. તેણે ટીમ માટે છેલ્લાં ચાર વર્ષમાં સતત 500થી વધારે રન બનાવ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાહુલ પોતાને પંજાબ ટીમમાંથી અલગ કરવા માગે છે. એક રિપોર્ટ પ્રમાણે રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સ માટે રમવા ઈચ્છતો નથી.
રાહુલ પંજાબ કિંગ્સનો ભાગ નહીં હોય:
રિપોર્ટ પ્રમાણે લોકેશ રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સનો ભાગ નહીં હોય અને તેના મેગા ઓક્શનમાં સામેલ થવાની સંભાવના છે. તેવી માહિતી પણ સામે આવી છે કે કેટલીક ફ્રેન્ચાઈઝીએ રાહુલનો સંપર્ક કર્યો છે. અને તેમણે આ સ્ટાર બેટ્સમેનને પોતાની ટીમમાં લેવાની રૂચિ પણ બતાવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી મેગા ઓક્શનના રિટેન્શન નિયમોની જાહેરાત કરી નથી. જેના કારણે ફ્રેન્ચાઈઝીઓ માટે ઉપલબ્ધ થનારી રિટેન્શન અને રાઈટ ટૂ મેચ કાર્ડની સંખ્યા વિશે શંકા છે.
લોકેશ રાહુલનું આઈપીએલમાં પ્રદર્શન:
2018 - 659 રન
2019 - 593 રન
2020 - 670 રન
2021- 626 રન
હાલ લોકેશ રાહુલ યૂએઈમાં છે અને પંજાબના આઈપીએલમાંથી બહાર થયા પછી તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના બાયો બબલ સાથે જોડાઈ ગયો છે. આઈપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમ રમશે. જેની જાહેરાત 25 ઓક્ટોબરે થવાની છે. એવામાં આ બે ટીમ લોકેશ રાહુલને હરાજીમાં ખરીદવાનો પ્રયાસ કરી શકે છે.
પંજાબ માટે બનાવ્યા સૌથી વધારે રન:
લોકેશ રાહુલ આઈપીએલમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. આ મામલામાં તે શોન માર્શને પાછળ છોડી ચૂક્યો છે. રાહુલના નામે પંજાબ માટે 55 ટી-20 મેચમાં 56.62ની એવરેજથી 2548 રન છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 22 અડધી સદી નીકળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે