પૃથ્વી શોની આક્રમક સદી, ભારત એ ટીમે ન્યૂઝીલેન્ડ ઇલેવનને બીજી પ્રેક્ટિસ મેચમાં હરાવ્યું

પૃથ્વી શોએ ભારત એ માટે ન્યૂઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ દરમિયાન 100 બોલમાં 150 રનની આક્રમક ઈનિંગ રમીને ઈજા બાદ શાનદાર વાપસી કરી છે.
 

પૃથ્વી શોની આક્રમક સદી, ભારત એ ટીમે ન્યૂઝીલેન્ડ ઇલેવનને બીજી પ્રેક્ટિસ મેચમાં હરાવ્યું

લિન્કન (ન્યૂઝીલેન્ડ): પૃથ્વી શોએ ભારત એ માટે ન્યૂઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ દરમિયાન 100 બોલમાં 150 રનની આક્રમક ઈનિંગ રમીને ઈજા બાદ શાનદાર વાપસી કરી છે. ભારતીય સીનિયર ટીમમાં વાપસી માટે પ્રયત્ન કરી રહેલ 20 વર્ષના શોએ આ શાનદાર ઈનિંગ દરમિયાન 22 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારત એ ટીમે પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં 372 રન બનાવ્યા અને 12 રનથી જીત મેળવી હતી. 

જવાબમાં ન્યૂઝીલેન્ડ ઇલેવનની ટીમ જેક બોયલની 130 રનની ઈનિંગ છતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ પર 360 રન બનાવી શકી હતી. શોની ઈનિંગથી પસંદગીકારો ચોક્કસપણે ખુશ હશે કારણ કે તેણે ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે ટીમની પસંદગી કરવી છે. પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીથી હેમિલ્ટનના બેસિન રિઝર્વમાં શરૂ થશે અને બીજી મેચ 29 ફેબ્રુઆરીથી ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાશે. 

આઠ મહિનાના ડોપિંગ પ્રતિબંધથી વાપસી કર્યા બાદ શો શાનદાર ફોર્મમાં હતો પરંતુ મુંબઈની કર્ણાટક સામેની રણજી મેચમાં તેને ખભામાં જઈ થઈ જેથી તે ન્યૂઝીલેન્ડમાં ભારત-એ માટે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં બહાર રહ્યો હતો. ઈજા બાદ શોએ શાનદાર ઈનિંગથી પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. શો સિવાય વિજય શંકરે 41 બોલમાં 58 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ પ્રેક્ટિસ મેચ 92 રનથી જીતી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news