Paris Olympics 2024: યુવા રેસલર અમન સેહરાવતે કર્યો કમાલ, પેરિસ ઓલિમ્પિક્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Paris Olympics: ભારતના યુવા રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસમાં હવે ભારતના ખાતામાં કુલ છ મેડલ થઈ ગયા છે.
Trending Photos
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. રેસલિંગમાં અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મેન્સ 57 કિલોગ્રામ ફ્રી-સ્ટાઇલ ઇવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે પેરિસમાં ભારતે છઠ્ઠો મેડલ જીતી લીધો છે. અમન સેહરાવત પ્રથમવાર ઓલિમ્પિક્સમાં પહોંચ્યો હતો અને તેણે દેશ માટે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સમાં રેસલિંગ ઈવેન્ટમાં આ ભારતનો પ્રથમ મેડલ છે.
ભારતના અમન સેહરાવતે પ્રથમ રાઉન્ડમાં પોતાનો દબદબો બનાવતા પોતાના વિરોધી પર 6-3ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં અમને પોતાની લીડ યથાવત રાખી હતી. છેલ્લી બે મિનિટમાં અમને પ્યૂર્ટો રીકોના રેસલર પર 8-5ની લીડ બનાવી હતી. આ દરમિયાન વિરોધી રેસલરની હાલત બગડી ગઈ હતી અને તેણે બ્રેક લેવો પડ્યો હતો. અંતિમ મિનિટમાં અમને ફરી શાનદાર દાવ રમ્યો અને લીડ 12-5 કરી લીધી હતી. સમય ખતમ થવાની સાથે અમને 13 પોઈન્ટ લઈ મેચ પોતાના નામે કરી લીધી હતી.
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના નામે આવ્યો છઠ્ઠો મેડલ
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અત્યાર સુધી ભારતે કુલ છ મેડલ કબજે કર્યાં છે. ભારતને આ ચારેય મેડલ બ્રોન્ઝ મળ્યા છે. શૂટિંગમાં મનુ ભાકરે સૌથી પહેલા બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મનુ ભાકર અને સરબજોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રથી આવતા સ્વપ્નિલ કુસાલાએ પણ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આજે હોકી ટીમે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ ભારતના નામે પાંચમો મેડલ કબજે કર્યો હતો. હવે રેસલિંગમાં અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે