Asia Cup માટે ભારતીય ટીમને પાકિસ્તાન બોલાવવા ઈચ્છે છે PCB, ચેરમેને આપ્યું નિવેદન
એહસાન મનીએ કહ્યુ કે, 2022માં શ્રીલંકા તેની (એશિયા કપ) યજમાની કરશે અને પાકિસ્તાન 2023માં આ ઇવેન્ટની યજમાની કરશે. હું આશાવાદી છું કે તે સમય સુધી બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધ સુધરી જશે અને ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન આવશે.
Trending Photos
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન એહસાન મની (Ehsan Mani) એ મોટો દાવો કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મનીનું માનવુ છે કે પાકિસ્તાન 2023માં એશિયા કપ (ASia Cup) માં ભારતની મહેમાની વિશે આશાવાદી છે અને આશા છે કે બન્ને પાડોશી દેશો વચ્ચે રાજકીય સંબંધોમાં સુધાર થશે. મનીએ જણાવ્યુ કે, શ્રીલંકા 2022માં એશિયા કપની યજમાની કરશે, આ વખતે જૂનમાં આ મહાદ્વીપીય ટૂર્નામેન્ટ થવાની હતી, ત્યારબાદ તેની શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.
એહસાન મનીએ કહ્યુ કે, 2022માં શ્રીલંકા તેની (એશિયા કપ) યજમાની કરશે અને પાકિસ્તાન 2023માં આ ઇવેન્ટની યજમાની કરશે. હું આશાવાદી છું કે તે સમય સુધી બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધ સુધરી જશે અને ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન આવશે. બુધવારે જંગ અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, હાલના દિવસોમાં પાછલા દરવાજાના માધ્યમથી કેટલાક સકારાત્મક સંકેત મળ્યા છે અને આશા છે કે સબંધોમાં બરફ ઓગળશે.
મનીએ કહ્યુ કે, જો ભારતીય ટીમ પોતાના પાડોશી દેશોનો પ્રવાસ કહે છે તો આ પાકિસ્તાન ક્રિકેટ માટે એક મોટી સફળતા હશે. મનીએ આગળ કહ્યુ કે, એશિયા કપ 2021નું આયોજન થવાની સંભાવના નથી, કારણ કે પીએસએલ મેચોને કારણે પાકિસ્તાન પાસે તે માટે સમય નથી અને ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વ્યસ્ત રહેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પાસે આવનારા એશિયા કપની યજમાની છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે યોજાનાર એશિયા કપનો કોઈ સવાલ નથી, કારણ કે અમે ખુબ વ્યક્ત છીએ અને આ વર્ષે પાકિસ્તાન ટીમ પાસે સમય નથી. જૂનમાં એક નાની વીન્ડો હતી, જેમાં અમારે પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ રમવાની છે. ભારતીય ટીમ તે સમયે ન્યૂઝીલેન્ડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે માટે તેણે બે સપ્તાહ પહેલા ઈંગ્લેન્ડ જવું પડશે અને ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેવામાં ભારતીય ટીમ પણ વ્યસ્ત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે