AUS vs PAK World Cup 2023: અથાગ પ્રયત્ન કરવા છતાં હાર્યું પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાની બીજી જીત
Australia vs Pakistan, ODI World Cup : પાકિસ્તાને ખુબ કોશિશ કરી પરંતુ ઓસ્ટ્રેલિયાનો આપેલો પડકાર ઝેલી શક્યું નહીં. આખરે બેંગ્લુરુમાં આજે રમાયેલી વનડે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 62 રનથી પાકિસ્તાનને હરાવી દીધુ.
Trending Photos
Australia vs Pakistan, ODI World Cup : પાકિસ્તાને ખુબ કોશિશ કરી પરંતુ ઓસ્ટ્રેલિયાનો આપેલો પડકાર ઝેલી શક્યું નહીં. આખરે બેંગ્લુરુમાં આજે રમાયેલી વનડે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 62 રનથી પાકિસ્તાનને હરાવી દીધુ. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 367 રનનો મોટો સ્કોર કર્યો. ત્યારબાદ પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરવા છતાં 62 રનથી મેચ ગુમાવી દીધી.
ઓસ્ટ્રેલિયાની ટીમની જીતના હીરો ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, અને એડમ જમ્પા રહ્યા. વોર્નર અને માર્શે સદીઓ ફટકારી અને જમ્પાએ 4 વિકેટ લીધી. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 367 રન કર્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત એકદમ શાનદાર રહી. અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે પહેલી વિકેટ માટે 134 રન કર્યા. આ પાર્ટનરશીપ તૂટતા જ પાકિસ્તાની ટીમની બેટિંગ ડગમગ થવા લાગી. સતત વિકેટ પડતી ગઈ. અને પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 305 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાન તરફથી ઓપનર ઈમામ ઉલ હકે સૌથી વધુ 70 રન કર્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. બીજા ઓપનર અબ્દુલ્લા શફીકે સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 64 રન કર્યા. મોહમ્મદ રિઝવાને 46 રન અને સઉદ શકીલે 30 રન કર્યા. લેગ સ્પિનર એડમ જમ્પાએ ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્ક્સ સ્ટોઈનિસ અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા પણ પોતાની ઈનિંગ શાનદાર રીતે શરૂ કરી હતી. ડેવિડ વોર્નર અને બર્થડે બોય મિચેલ માર્શે ઓપનિગમાં ધમાલ મચાવી. માર્શે 108 બોલમાં 121 રન અને વોર્નરે 124 બોલમાં 163 રનની જબરદસ્ત ઈનિંગ રમી. જેમાં 14 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ રહ્યા. જો કે ઓપનિંગ પેર બાદ કોઈ પણ ખેલાડી જામી શક્યા નહતાં. કારણ કે શાહીન શાહ આફ્રીદીનો તરખાટ જોવા મળ્યો હતો જેણે 5 વિકેટ લીધી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે