વિરાટ અને રોહિતની મજાક ઉડાવવી આ પાકિસ્તાની ખેલાડીને પડી ભારે! મળી આટલી મોટી સજા

T20 વર્લ્ડ કપ 2021: ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ખેલાડીઓની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની મજાક ઉડાવવાને કારણે પાકિસ્તાનનો એક ખેલાડી તો પ્રશંસકોના નિશાના પર છે.

વિરાટ અને રોહિતની મજાક ઉડાવવી આ પાકિસ્તાની ખેલાડીને પડી ભારે! મળી આટલી મોટી સજા

નવી દિલ્લી: T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે એટલુ જ નહીં તેમની પર મજેદાર ટિપ્પણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ પાકિસ્તાનનો એક એવો ખેલાડી હતો જેણે થોડા દિવસ પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની મજાક ઉડાવી હતી. હવે ટ્વિટર પર આ જ ખેલાડીની ભારતીય ચાહકો મજાક ઉડાવી રહ્યા છે.
 

— Sujith (@Sujith391) November 11, 2021

 

આ ખેલાડીએ કરી હતી રોહિત-વિરાટની નકલ:
પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર શાહીન શાહ અફ્રિદીએ પોતાની ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ જ્યારે મોટી મેચમાં પોતાની ક્ષમતા બતાવવાની તક મળી ત્યારે તે વિલન બની ગયો. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચમાં, અફ્રિદીએ 19મી ઓવરમાં ત્રણ છગ્ગા સાથે પોતાની ઓવરમાં કુલ 22 રન આપ્યા અને આ સાથે પાકિસ્તાનનું બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
 

— Vaibhav Shekhar (@Main_Vaibhav_) November 11, 2021

 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાહીન શાહ અફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં, અફ્રિદી વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ આઉટ થવા પર તેમની નકલ કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં આ ત્રણ ભારતીય બેટ્સમેનોની વિકેટ શાહીને લીધી હતી. પરંતુ આ ત્રણની નકલ કરવા બદલ ભારતીય ફેન્સ હવે શાહીનને ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સ કમેન્ટ પણ કરી રહ્યા છે કે, આ કર્મની સજા છે.
 

— Azzy_sh 🇮🇳 (@Azzy_sh) November 11, 2021

 

— Gaurav Kumar (@sikku1999) November 11, 2021

 

હીરો બની ગયો ઝીરો:
આ વર્લ્ડ કપમાં શાહીન શાહ અફ્રિદી પાકિસ્તાનનું સૌથી મોટુ હથિયાર હતો. પરંતુ એક જ મેચમાં સૌથી મોટો વિલન પણ બની ગયો. જ્યારે પાકિસ્તાન આ મેચ આરામથી જીતી રહ્યું હતું, ત્યારે શાહીને સતત ત્રણ છગ્ગા આપીને મેચને હરાવી હતી. આ પાકિસ્તાન સામેની આ જીત બાદ ઓસ્ટ્રેલિયા હવે રવિવારે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news