પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમથી મોટા સમાચાર, 'ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં હાર બાદ કંઈ યોગ્ય નથી'

શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, હેડન અને ફિલેન્ડર 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટની હાર બાદ ડ્રેસિંગ રૂમના વાતાવરણ અંગે ચર્ચા કરતા જોવા મળે છે.

પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમથી મોટા સમાચાર, 'ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં હાર બાદ કંઈ યોગ્ય નથી'

લાહોર: પાકિસ્તાનના બેટિંગ કોચ મેથ્યુ હેડન (Matthew Hayden) અને બોલિંગ કન્સલ્ટન્ટ વર્નોન ફિલેંડર (Vernon Philander)એ શનિવારે કહ્યું કે ICC T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર બાદ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં કંઈપણ યોગ્ય નથી. આ અહેવાલ સામે આવ્યા બાદ ક્રિકેટની દુનિયામાં ખલબલી મચી ગઈ છે.

હાર બાદ પાક ક્રિકેટરો ભાંગી પડ્યા હતા
પાકિસ્તાન ટીમના સુકાની બાબર આઝમની આગેવાની હેઠળની ટીમના ખેલાડીઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, હેડન અને ફિલેન્ડર 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટની હાર બાદ ડ્રેસિંગ રૂમના વાતાવરણ અંગે ચર્ચા કરતા જોવા મળે છે.

તમામ પાક ખેલાડીઓ નિરાશ હતા
T20 વર્લ્ડકપ માટે બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરાયેલા હેડને કહ્યું, "જ્યારે તમે ડ્રેસિંગ રૂમમાં આવું વાતાવરણ જુઓ છો, ત્યારે તમને આઘાત લાગતો નથી, ફક્ત દિલ તૂટી જાય છે, કારણ કે તમે પૂરી અપેક્ષાઓ સાથે મેદાન પર જાઓ છો. પરંતુ જો તમે કોઈ સમયે હારી જાઓ તો સારું લાગતું નથી. એટલા માટે તમે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સાવ અલગ જ જુઓ છો, જ્યાં ખેલાડીઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને ઉદાસ બેઠા હતા.

પાકિસ્તાની ટીમનું સપનું ચકનાચૂર
આ સેમિફાઇનલ બે ઓસ્ટ્રેલિયન રણનીતિકાર કાંગારૂના કોચ જસ્ટિન લેંગર અને પાકિસ્તાનના બેટિંગ સલાહકાર હેડન વચ્ચે જોવા મળી રહી હતી. પરંતુ અંતે માર્કસ સ્ટોઈનિસ (40 અણનમ) અને મેથ્યુ વેડ (41 અણનમ)ની શાનદાર ઈનિંગ્સે મેચનો અંત લાવી દીધો હતો. જેણે પાકિસ્તાનનું ફાઇનલમાં જવાનું સપનું તોડી નાખ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news