T20 World Cup Ind Vs Pak: ભારત સામેના મુકાબલા માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની વાપસી

ટી-20 વર્લ્ડ કપમાં ભારત સાથે થનારા મહામુકાબલા માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

T20 World Cup Ind Vs Pak: ભારત સામેના મુકાબલા માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની વાપસી

Ind Vs Pak: ટી-20 વર્લ્ડ કપમાં ભારત સાથે થનારા મહામુકાબલા માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 24 ઓક્ટોબર એટલે કે રવિવારે સાંજે 7.30 વાગે બંને ટીમો આમને સામને થશે. પાકિસ્તાને 24 કલાક પહેલા પોતાના 12 ખેલાડીઓની જાહેરાત કરી છે. જેમાંથી પ્લેઈંગ 11ની પસંદગી થશે. 

પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પાછો ફર્યો છે. આ સાથે જ મોહમ્મદ હાફિઝ જેવા સિનિયર ખેલાડી પણ પાકિસ્તાનની ટીમમાં છે. 

ભારત વિરુદ્ધ રમાનારી મેચ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રીદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી

ભારત અને પાકિસ્તાન માટે આ મેચ ખુબ મહત્વની છે. બંને ટીમોની ટી-20 વર્લ્ડ કપ 2021ના સુપર-12 રાઉન્ડમાં આ પહેલી મેચ છે. આવામાં બંને ટીમો ઈચ્છશે કે તેમની શરૂઆત જોરદાર થાય. જો કે રેકોર્ડ્સ જોઈએ તો અત્યાર સુધીમં બંને ટીમોએ ટી-20 વર્લ્ડ કપમાં પાંચ મેચ રમી છે. અને આ પાંચેય મેચ ટીમ ઈન્ડિયા જીતી છે. 

— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2021

જો કે અત્યાર સુધી તો એક્સપર્ટ્સનું એવું જ કહેવું છે કે મોટા મુકાબલામાં ગમે તે થઈ શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયાનું આ મેચમાં પલડું ભારે છે. અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાએ પોતાની બંને વોર્મ અપ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવી છે. 

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોર્ડ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

રિઝર્વ પ્લેયર- શ્રેયસ ઐય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news