T20: પાકના પરાજય પર બોલ્યો મિસબાહ- હું 10 દિવસ પહેલા આવ્યો છું

પાકિસ્તાનના મુખ્ય કોચ મિસબાહ ઉલ હકે કહ્યું કે, શ્રીલંકાની બીજા દરજ્જાની ટીમના હાથે ટી20 સિરીઝમાં 0-3થી થયેલા પરાજયે તેની આંખ ખોલી દીધી છે કે દેશની ક્રિકેટ વ્યવસ્થામાં કંઇક ગડબડ છે. 
 

T20: પાકના પરાજય પર બોલ્યો મિસબાહ- હું 10 દિવસ પહેલા આવ્યો છું

કરાચીઃ પાકિસ્તાનના મુખ્ય કોચ મિસબાહ ઉલ હકે કહ્યું કે, શ્રીલંકાની બીજા દરજ્જાની ટીમના હાથે ટી20 સિરીઝમાં 0-3થી થયેલા પરાજયે તેની આંખ ખોલી દીધી છે કે દેશની ક્રિકેટ વ્યવસ્થામાં કંઇક ગડબડ છે. મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર બંન્ને પદો પર રહેલા મિસબાહે કહ્યું કે, ઘરેલૂ સ્તર પર પ્રતિભાઓનો પણ અભાવ છે. 

તેણે કહ્યું, 'આ સિરીઝથી મારી આંખ ખુલી ગઈ. આ જ ખેલાડી ઘણા સમયથી રમી રહ્યાં છે અને તણે ટીમને નંબર વન બનાવી. આ લોકો ત્રણ ચાર વર્ષથી રમી રહ્યાં છે.' તેણે કહ્યું, 'જો અમે એવી ટીમ સામે હારી શકીએ છીએ, જેમાં તેના મુખ્ય ખેલાડી નથી તો અમે ખુદને નંબર-1 કહેવાના હકદાર નથી.' તેણે કહ્યું કે, શ્રીલંકાની ટીમે રમતના દરેક વિભાગમાં તેની ટીમને પછાડીને રાખી દીધા હતા. 

મિસબાહે કહ્યું, 'હું આ હારની જવાબદારી સ્વીકારુ છું. આ ખુબ નિરાશાજનક છે અને અમે ખરાબ રમ્યા. પરંતુ આ ટીમે અમને ઉંચાઈઓ સુધી પહોંચાડી હતી. જો તમે મને દોષી માનો છો તો હું દસ દિવસ પહેલા આવ્યો છું.'

પાકિસ્તાનના આ કારમા પરાજય બાદ મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર મિસબાહ ઉલ હક ટીકાકારોના નિશાના પર છે. પાકિસ્તાનમાં ક્રિકેટમાં એક સાથે બે મહત્વપૂર્ણ પદ (ચીફ સિલેક્ટર અને ચીફ કોચ) સંભાળનાર મિસબાહ પ્રથમ વ્યક્તિ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news