PAK vs NZ: પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત, ન્યૂઝીલેન્ડ સામે 21 રને મેળવી જીત

World Cup 2023: ફખર ઝમાનની સદી અને બાબર આઝમની શાનદાર અડધી સદીની મદદથી પાકિસ્તાને વરસાદના વિઘ્ન વચ્ચે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો છે. આ જીત સાથે પાકિસ્તાનના 8 પોઈન્ટ થઈ ગયા છે અને તેની સેમીમાં પહોંચવાની આશા જીવંત છે. 
 

PAK vs NZ: પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત, ન્યૂઝીલેન્ડ સામે 21 રને મેળવી જીત

બેંગલુરૂઃ પાકિસ્તાને કરો યા મરો મુકાબલામાં ન્યૂઝીલેન્ડને DLS ની 21 રને પરાજય આપી વિશ્વકપ-2023માં સેમીફાઈનલની આશા જીવંત રાખી છે. બેંગલુરૂમાં રમાયેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 401 રન ફટકાર્યા હતા અને પાકિસ્તાનને જીત માટે 402 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ઈનિંગમાં વરસાદ આવ્યો હતો અને મેચ ફરી શરૂ થઈ તો પાકિસ્તાનને 43 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ પાકિસ્તાને 25.3 ઓવરમાં 200 રન બનાવ્યા અને ફરી વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ મેચ શરૂ ન થતાં પાકિસ્તાનનો વિજય થયો છે. 

હકીકતમાં ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 25.3 ઓવર સુધી પાકિસ્તાનને 1 વિકેટના નુકસાન પર 179 રન બનાવવાના હતા, પરંતુ તેનો સ્કોર 200 રન હતો. આ કારણે પાકિસ્તાનને 21 રને જીત મળી છે. નોંધનીય છે કે ડકવર્થ લુઈસ મેથડ દરેક બોલ પર બદલાતી રહે છે અને વિકેટ અનુસાર ચાલે છે. 

402 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને બીજી ઓવરમાં અબ્દુલ્લાહ શફીકના રૂપમાં વિકેટ ગુમાવી હતી, જે 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ઓપનર ફખર ઝમાન અને બાબર આઝમે મળી એવી ઈનિંગ રમવાની શરૂ કરી, જેનો કીવી બોલરો પાસે કોઈ જવાબ નહોતો. જ્યાં એક તરફ ફખર ઝમાન આક્રમક શોટ્સ રમી રહ્યો હતો, તો બાબર તેનો સાથ આપી રહ્યો હતો. 

આક્રમક બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમને પહેલા 22મી ઓવરમાં વરસાદ નડ્યો હતો. પછી ફરી રમત શરૂ થઈ તો પાકિસ્તાનને 41 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. એટલે કે ટીમને આગામી 19.3 ઓવરમાં 182 રન કરવાના હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ઈનિંગ થોડો સમય ચાલી શકી અને 26મી ઓવરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ હતી. 

આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 25.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 200 રન પર પહોંચી ચુકી હતી. ટીમના ઓપનર ફખર ઝમાને 155.56ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 126* રન ફટકાર્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 11 સિક્સ ફટકારી હતી. તો કેપ્ટન બાબર આઝમ 63 બોલમાં 66 રન પર બેટિંગ કરી રહ્યો હતો. બાબરે 6 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news