T20 World Cup: મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ

ઈંગ્લેન્ડ ટી20 વિશ્વકપનું નવું ચેમ્પિયન બની ગયું છે. મેલબોર્નમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટે હાર મળી છે. 

T20 World Cup: મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ

મેલબોર્નઃ પાકિસ્તાનનું ટી20 વિશ્વકપ 2022નું ટાઇટલ જીતવાનું સપનું તૂટી ગયું છે. ઈંગ્લેન્ડે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ફાઈનલ મુકાબલાને 5 વિકેટે પોતાના નામે કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન બનાવી શકી હતી. તેના બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું, છતાં બેન સ્ટોક્સની  મદદથી ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. જાણો પાકિસ્તાનની હારના કારણો...

શાહીન આફ્રિદીની ઈજા
પાકિસ્તાનની હારમાં ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ઈજાનું મહત્વનું યોગદાન રહ્યું. પાક બોલરોએ શાનદાર વાપસી કરી હતી. પરંતુ શાહીન ઈજાને કારણે ઓવર ફેંકી શક્યો નહીં. તેની જગ્યાએ બોલિંગ કરવા આવેલા ઇફ્તિખારે 5 બોલમાં 13 રન આપી મેચમાં ઈંગ્લેન્ડની વાપસી કરાવી હતી. 

ધીમી શરૂઆત
પાકિસ્તાનની ટીમે તે ભૂલ કરી, જે ભારતીય ટીમે સેમીફાઇનલમાં કરી હતી. તેણે શરૂઆતમાં એટેક કર્યો નહીં. છ ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર માત્ર 39 રન હતો. 

બે વખત રનઆઉટ થતાં બચ્યો સ્ટોક્સ
પાકિસ્તાનની પાસે બેન સ્ટોક્સને બે વખત રન આઉટ કરવાની તક હતી. પ્રથમવાર મોહમ્મદ નવાઝનો થ્રો દૂર જતો રહ્યો. બીજીવાર હારિસ રઉફ ડાયરેક્ટ થ્રો ન મારી શક્યો. 

કોઈ બેટર મોટી ઈનિંગ રમી શક્યો નહીં
પાકિસ્તાન માટે કોઈ બેટર મોટી ઈનિંગ રમી શક્યો નહીં. ટીમનો કોઈ બેટર 40થી વધુ રન બનાવી શક્યો નહીં. પાકિસ્તાન તરફથી શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. 

ડેથ ઓવરમાં ખરાબ બોલિંગ
પાકિસ્તાને અંતિમ 5 ઓવરમાં માત્ર 31 રન બનાવ્યા હતા. જ્યાં ટીમ ડેથ ઓવરમાં આક્રમક બેટિંગ કરી મોટો સ્કોર બનાવે છે, પરંતુ ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમ તે કરી શકી નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news