PAK vs AUS Memes: પાકિસ્તાનમાં ફરી તૂટ્યા TV! બાબર ટ્રોલ...સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, ચાહકોએ મજા લીધી!
PAK vs Aus World cup 2023: પાકિસ્તાની ક્રિકેટ ટીમનો વર્લ્ડકપમાં હારવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ અમદાવાદમાં હાર્યા બાદ બેંગ્લુરુંમાં પણ બાબર આઝમ એન્ડ કંપનીને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ મીમ્સનું પૂર ઉભરાયું છે.
Trending Photos
Babar azam, Pakistan vs Australia, world Cup 2023 Viral Memes: વર્લ્ડકપ 2023ની મેચ નંબર 18 બેંગ્લુરુંમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ. જ્યાં બાબર આઝમ એન્ડ કંપનીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રનથી હારનો સામનો કરવો પડ્યો. બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 20 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 368 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો પાકિસ્તાન કરી શક્યું નહોતું.
પાકિસ્તાનની આ હાર બાદ ઘણા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા. માત્ર X (પૂર્વમાં ટ્વિટર) પર, બાબર આઝમ દિલ દિલ પાકિસ્તાન, રિઝવાન, ઈફ્તિખાર જેવા હેશટેંગ ટ્રેડિંગ લિસ્ટમાં આવવા લાગ્યા હતા. જ્યારે ઘણા લોકોએ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની મઝા લીધી, જેનું બેટ આખા ટૂર્નામેન્ટમાં શાંત રહ્યું છે. બાબરના બેટથી વર્લ્ડકપની ચાર મેચોમાં માત્ર 83 રન આવ્યા છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન એટલું નબળું રહ્યું છે કે તેણે બેંગલુરુમાં રમાનારી મેચમાં વાઇસ કેપ્ટન શાદાબ ખાનને બહાર બેસાડવો પડ્યો.
જો કે, આ હાર બાદ ઘણા ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી હતી. ઘણા યુઝર્સે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ સ્પોર્ટ્સ સિવાય અન્ય મુદ્દાઓને લઈને વધુ ચિંતિત છે. હકીકતમાં, વર્લ્ડ કપ દરમિયાન ઘણા પાકિસ્તાની ખેલાડીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં X પર પોસ્ટ પણ કરી હતી.
આ દરમિયાન એક યુઝરે લખ્યું પાકિસ્તાનમાં અત્યારે એવી સ્થિતિ છે, પાકિસ્તાનીઓએ રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે માત્ર દિલ દિલ પાકિસ્તાન પર ધ્યાન આપ્યું. પરિણામ ભોગવો. આ યૂઝરે ટીવી ટૂટતા એક વાયરલ મીમ્સ શેર કર્યું છે.
पाकिस्तान में अभी ये स्थिति है, पाकिस्तानियों ने खेल पर ध्यान देने के बजार सिर्फ Dil Dil Pakistan पर ध्यान दिया..., नतीजा भुकतों...😂 😂
Babar Azam कि वजह से TV और टूर रहे... 😂 😂 😂#AUSvsPAK #PAKvsAUS #INDvsBAN #ViratKohli #BabarAzam pic.twitter.com/av3VPhCgwS
— Fun-Feed (@FunFeed_) October 21, 2023
એક યૂઝરે તો બાબર આઝમનું મીમ્સ શેર કરતા લખ્યું, ભાઈ આ લોકો નેપાળના વર્લ્ડકપમાં કેમ રમતા નથી? આ યૂઝરે પોતાની બીજી સ્લાઈડમાં પોસ્ટ કર્યું- જે ફ્લેટ પીચ પર રન ના બનાવી શકે તે છે બાબર આઝમ...
આમ જોવા જઈએ તો તમામ ચાહકોએ જોરદાર રીતે પાકિસ્તાની ટીમને ટ્રોલ કરી, જેમાંથી એવા પણ ફ્રેન્સ હતા જે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપમાં જોરદાર વાપસી પર ખુશ થતાં દેખાયા હતા.
જ્યારે એક યૂઝરે બાબરની બેટિંગને જોઈને લખ્યું હતું કે આવી પીચ પર તો હું સેન્ચુરી ફટકારું... જ્યારે મેં તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી નથી.
વિરાટથી બાબરની બરાબરી કરનારનું આવ્યું રિએક્શન
સોશિયલ મીડિયા પર અમુક યૂઝર એવા પણ હતા, જે બાબર આઝમ અને વિરાટ કોહલીની બરાબરી કરનાર લોકો પર સવાલ ઉઠાવ્યા. તેમાંથી ઘણા યૂઝર્સે બાબર આઝમનો ક્લાસ લીધો હતો. બાબર આઝમ આખા વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટનશિપ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓની ટીકાનો શિકાર પણ બન્યા છે.
Virat Kohli vs Babar Azam#ViratKohli | #BabarAzam | #PakvsAus pic.twitter.com/F17sVIs093
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) October 20, 2023
બાબર આઝમે વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 90 રન બનાવ્યા હતા. આના પર પણ એક યુઝરે પાકિસ્તાની કેપ્ટન પર નિશાન સાધ્યું હતું.
પાકિસ્તાન હવે વર્લ્ડકપમાં પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને
4 મેચમાં બે પરાજય બાદ પાકિસ્તાન હવે પાંચમા સ્થાને પહોંચી ગયું છે. સતત બીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમ હવે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં આગામી મેચોમાં બંને ટીમો માટે લગભગ કરો યા મરો જેવી સ્થિતિ બની રહેશે. કારણ કે એક મેચ હાર્યા બાદ બંને ટીમોની ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ ઘટી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે