ઈસ્ટર પર હુમલાથી હચમચી ગયું શ્રીલંકા, રમત જગતે વ્યક્ત કર્યું દુખ

અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 162 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી.

ઈસ્ટર પર હુમલાથી હચમચી ગયું શ્રીલંકા, રમત જગતે વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હીઃ ઈસ્ટરની તહેવાર પર શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં સીરિયલ વિસ્ફોટએ દેશને હલાવીને રાખી દીધો છે. આ બરબરતાભર્યા હુમલામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થઈ જયા છે. વિશ્વભરમાં આ કાયરતા પૂર્વક ઘટનાની નિંદા થઈ રહી છે. રમત જગતે પણ દુખ વ્યક્ત કર્યું છે અને પીડિયો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.  

આ હુમલા પર સચિન તેંડુલકરે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, શ્રીલંકાના ઘણા ભાગોમાં થયેલા આતંકી હુમલા વિશે સાંભળીને દુખી છું. આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરૂ છું. નફરત અને હિંસા ક્યારેય પણ પ્રેમ, દયા અને કરૂણાને નહીં જીતી શકે. 

— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2019

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા લખ્યું, 'શ્રીલંકાથી આવી રહેલા સમાચારથી સ્તબ્ધ છું.' આ હુમલામાં પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. 

— Virat Kohli (@imVkohli) April 21, 2019

પૂર્વ ઓલિમ્પિક ખેલાડી અને ભારત સરકારમાં ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાઠોડે લખ્યું, આ દુખી ઘટના વિશે સાંભળીને સ્તબ્ધ છું. દુખની આ ઘડીમાં ભારત શ્રીલંકા સાથે છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. 

— Chowkidar Rajyavardhan Rathore (@Ra_THORe) April 21, 2019

શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેએ ટ્વીટ કર્યું, 'શ્રીલંકામાં આપણા બધા માટે આ ખુબ દુખ ભર્યો દિવસ છે.' શાંતિપૂર્ણ 10 વર્ષ બાદ અમે નિર્દોષ લોકો પર આવો અમાનવીય હુમલો જોયો છે. આ ઘટાની નિંદા અને પીડિયો પ્રત્યે દુખ વ્યક્ત કરવાની સાથે-સાથે આપણે શાંત અને એક રહેવાની જરૂર છે. 

— Mahela Jayawardena (@MahelaJay) April 21, 2019

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news