World Cup 2019 માટે વીરેન્દ્ર સેહવાગે પસંદ કરી પોતાની ટીમ

વીરેન્દ્ર સેહવાગે વિશ્વ કપ માટે પોતાની 15 સભ્યની ટીમ પસંદ કરી છે અને તેમાંથી 8 ખેલાડીઓ 2015 ટીમમાં પણ હતા. 

World Cup 2019 માટે વીરેન્દ્ર સેહવાગે પસંદ કરી પોતાની ટીમ

નવી દિલ્હીઃ સોમવાર (15 એપ્રિલ)ના પસંદગીકારો વિશ્વ કપ 2019 માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરશે. આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટર પર આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પસંદ કરી છે. 

પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરૂએ સોશિયલ મીડિયા પર 15-સભ્યોની ટીમ પોસ્ટ કરી છે. વિશ્વ કપની શરૂઆત 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થશે. 

સેહવાગે આ ટ્વીટમાં વિશ્વ કપ 2015ની ટીમ પણ સાથે પોસ્ટ કરી છે. સેહવાગે જણાવ્યું કે, તેની 2019ની ટીમમાંથી 7 ખેલાડી 2015ના વિશ્વ કપમાં પણ હતી તો 8 ખેલાડી નવા છે. 

વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી 2015ની ટીમમાં હતા. તો 8 નવા ખેલાડી છે- કેએલ રાહુલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, યુવજેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને રિષભ પંત. 

— Virender Sehwag (@virendersehwag) April 13, 2019

સોમવારે મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદની અધ્યક્ષતાવાળી સમિતિની મુંબઈમાં બેઠક યોજાશે ત્યારબાદ વિશ્વકપની ટીમ પસંદ કરવામાં આવશે. હાલમાં ભારતીય ક્રિકેટરો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યાં છે. 

વીરૂએ પસંદ કરેલી ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કેદાર જાધવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વિજય શંકર, જસપ્રીત બુમરાહ અને રિષભ પંત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news