Orange Cap: ખતરામાં આવી બટલરની ઓરેન્જ કેપ, અચાનક ટોપ-5માં થઈ આ બેટરની એન્ટ્રી

Orange Cap IPL 2022: પંજાબ કિંગ્સનો ઓપનર શિખર ધવન ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ધવને ચેન્નઈ સામે 88 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 
 

Orange Cap: ખતરામાં આવી બટલરની ઓરેન્જ કેપ, અચાનક ટોપ-5માં થઈ આ બેટરની એન્ટ્રી

મુંબઈઃ આઈપીએલ-2022ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં ફેરફાર જોવા મળ્યો છે. પહેલાં સ્થાન પર હજુ બટલર યથાવત છે, પરંતુ ટોપ-5માં એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. પંજાબ કિંગ્સના સ્ટાર ઓપનર શિખર ધવને ધમાકેદાર ઈનિંગ રમી હતી. ધવનની આ 200મી આઈપીએલ મેચ હતી. તેણે આ મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા અને ઓરેન્જ કેપની રેસમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 

શિખર ધવનની ટોપ-5માં એન્ટ્રી
ચેન્નઈ સુપર કિંગ્સ સામે શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. ગબ્બરના નામથી જાણીતા આ ઓપનરે 59 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 88 રન બનાવ્યા હતા. આ સાથે ધવને આઈપીએલમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ધવને આઈપીએલ-2022માં અત્યાર સુધી 8 મેચમાં 302 રન બનાવ્યા છે. તેની એવરેજ 43.14 અને સ્ટ્રાઇક રેટ 132.45ની છે. ધવન અત્યારે 302 રનની સાથે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. પ્રથમ સ્થાને જોસ બટલર અને બીજા સ્થાને કેએલ રાહુલ છે. 

ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5 બેટર
બેટર                   મેચ              રન
જોસ બટલર            7                491
કેએલ રાહુલ           8                368
શિખર ધવન           8                302
હાર્દિક પંડ્યા           6                295
તિલક વર્મા             8               272

પર્પલ કેપની રેસ રોમાંચક બની
ચેન્નઈ સુપર કિંગ્સે ભલે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ટીમના અનુભવી બોલર ડ્વેન બ્રાહોને પર્પલ કેપની રેસમાં ખુબ ફાયદો થયો છે. બ્રાવોએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ 4 ઓવરમાં 42 રન આપી બે વિકેટ ઝડપી હતી. બ્રાવો પર્પલ કેપની રેસમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. બ્રાવોએ અત્યાર સુધી 8 મેચમાં 14 વિકેટ ઝડપી છે. 

પર્પલ કેપની રેસમાં ટોપ 5 બોલર
બોલર                     મેચ                વિકેટ
યુજવેન્દ્ર ચહલ            7                         18
ટી નટરાજન             7                         15
ડ્વેન બ્રાવો              8                         14
કુલદીપ યાદવ          7                         13
ઉમેશ યાદવ            8                          11
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news