ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની પસંદગી, ખાસ જાણો
ક્રિકેટનો વ્યાપ વધારવા માટે icc દુનિયાભરમાં અનેક કાર્યક્રમો કરે છે. અને ત્યાહે હવે ICC એ મહિલાઓ પર પણ વધુ કેન્દ્રીત કર્યુ છે. ક્રિકેટ તથા અન્ય કોઈ પણ રમતમાં દુનિયાભરમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આજ હેતુથી મહિલા ટેલેન્ટ કાર્યક્રમની જાહેરાત કરી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: ક્રિકેટ દરેક ગુજરાતીના દિલમાં વસે છે. icc દર વર્ષે ક્રિકેટ સાથે સંબધિત ઘણા બધા પ્રોગામનું આયોજન કરતા હોય છે. જેમ કે ટીવી ન્યુઝ ચેનલમાં એડિટર રહી ચૂકેલી એવી ભારતની બીજી અને ગુજરાતની પહેલી મહિલા હરિની રાણાની iccના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં પસંદગી કરાઈ.
icc મહિલા ટેલેન્ટ કાર્યક્રમ નવેમ્બરમાં યોજાઈ શકે
icc ના આ ટેલેન્ટ કાર્યક્રમને 'future leaders programme' નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ICC એ 45 દેશમાંથી કુલ 40 મહિલાઓની પસંદગી છે કરી. મહત્વનું એ છે કે 40 મહિલાઓમાં એક માત્ર મૂળ ગુજરાતી મહિલા પત્રકાર હરિની રાણાની પસંદગી થઈ છે. સ્કૂલના સમયે હરિની રાણાને ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ અને ક્રેઝ હતો. જેને જોંતા રામકથાકાર મોરારિ બાપુએ બ્રિટનમાં યોજાયેલા 1999ના ક્રિકેટ વર્લ્ડ કપને જોવા માટે મોકલી હતી. તે સમયે હરિનીને રમતોમાં ખાસ કરીને ક્રિકેટને કવર કરવાની પ્રબળ ઈચ્છા બની હતી.
ખુબ સુંદર છે વિરાટ કોહલીની Ex-Girlfriend Izabelle Leite, જુઓ તેની 10 સૌથી ગ્લેમરસ તસવીરો
જાણો હરિની રાણાના જીવન વિશે
હરિની રાણા હાલમાં મહારાષ્ટ્રના મુંબઈમાં રહે છે. એક સમયે હરિની રાણાને પ્રોફેશનલ પાઈલેટ બનવાની ઈચ્છા હતી હરિની રાણાએ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી લીધી પછી છેલ્લા 13 વર્ષથી તેને સ્પોટ્સ પત્રકાર તરીકે અને મેનેજમેન્ટના સ્તર પર કામ કરે છે. સ્પોટ્સ પત્રકાર તરીકે હરિની રાણાએ ક્રિકેટ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન ઓપન તો લંડન અને રિયો ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટને પણ કવર કરી ચૂકી છે. હરિના રાણા મહિલા અને સ્પોટ્સ માટે યુ. એસ. કોન્સ્યુલેન્ટ જનરલ મુંબઈની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. સ્પોટ્સમાં વધુને વધુ મહિલાઓ આગળ આવે તેના માટે હરિની કામ કરતી રહી છે.
જાણો ICCના આ કાર્યક્રમમાં શું છે ખાસ વાત
ICCના આ પ્રોગ્રામથી મહિલાઓમાં રહેલી ટેલેન્ટને બહાર લાવશે અને ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી ભજવી શકે છે. તે માટે ICC આ મહિલાઓ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરશે. અને તેમને અલગ-અલગ ફિલ્ડમાં ટ્રેન કરશે. આ કાર્યક્રમ 6 મહિના સુધી ચાલશે. જેની શરૂઆત નવેમ્બર 2021માં થશે.
હરિની રાણાનું ઓસ્ટ્રેલિયાની સરકારે પણ કર્યુ હતું સન્માન
વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડએ હરિની રાણાનું કર્યુ હતુ સન્માન. તો માર્ચ 2020માં ઓસ્ટ્રલિયાની સરકારે મહિલા અને સ્પોટ્સ માટે ગ્લોબલ બિઝનસ સમીટનું પણ આયોજન કર્યું હતું,
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે