NZ vs IND: ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, ભારતમાં ટીવી પર લાઇવ જોવા નહીં મળે મેચ
NZ vs IND live streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. ત્યારબાદ ત્રણ વનડે મેચ રમાશે. વિશ્વકપમાં પરાજય બાદ ભારતીય નવી શરૂઆત કરવા મેદાને ઉતરશે.
Trending Photos
વેલિંગ્ટનઃ વર્લ્ડકપમાંથી શરમજનક વિદાય બાદ ભારતીય ટીમ શુક્રવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નવી શરૂઆત કરવા ઉતરશે. આગામી ટી20 વિશ્વકપ હજુ બે વર્ષ દૂર છે અને તેવામાં ટીમ ઈન્ડિયા પોતાના નવા સમીકરણો શોધવામાં લાગી છે. આગામી ટી20 વિશ્વકપમાં ટીમના સંભાવિત કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટી20 વિશ્વકપ 2022 ટીમના ઘણા સભ્યોને આરામ આપ્યો છે. જેમ ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થયા છે, એટલે આ સિરીઝમાં ઘણા ફેરફાર જોવા મળશે. જેમ કે બ્રાડકાસ્ટર્સ રાઇટ...
ભારતમાં કઈ ચેનલમાં થશે ટેલીકાસ્ટ?
ન તો સ્ટાર સ્પોર્ટસ અને ન તો સોની સ્પોર્ટ્સની પાસે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની ઘરેલો મેચોના પ્રસારણના અધિકાર છે. હિન્દુસ્તાનમાં દૂરદર્શન સ્પોર્ટ્સ એકમાત્ર ટીવી ચેનલ છે, જે સિરીઝનું લાઇવ પ્રસારણ કરશે. મેન ઇન બ્લૂઝના પ્રશંસક વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટૂરની જેમ આ સિરીઝને ડીડી સ્પોર્ટ્સની જેમ લાઇવ જોઈ શકાશે.
લાઇવ સ્ટ્રીમિંગની જગ્યા પણ બદલાઈ?
એમેઝોન પ્રાઇમ વીડિયો પોતાના પ્લેટફોર્મ પર મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. પ્રથમવાર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલી કોઈ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર લાઇવ જોવા મળશે. મેચ લાઇવ જોવા માટે ફેન્સે તેનું સબ્સક્રિપ્શન લેવું પડશે. હવે તે જોવાનું રહેશે કે ત્રણ મેચોની આ સિરીઝમાં કઈ ટીમ ટોપ પર રહે છે. બંને દેશ આ મહિનાની શરૂઆતમાં સેમીફાઇનલમાં ટી20 વિશ્વકપ 2022ની બહાર થઈ ગઈ હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ કાર્યક્રમ
પ્રથમ ટી20- 18 નવેમ્બર
બીજી ટી20- 20 નવેમ્બર
ત્રીજી ટી20- 22 નવેમ્બર
પ્રથમ વનડે- 25 નવેમ્બર
બીજી વનડે- 27 નવેમ્બર
ત્રીજી વનડે- 30 નવેમ્બર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે