NZ vs ENG : કીવી સામે ફરી ધૂણ્યું સુપર ઓવરનું ભૂત, આ વખતે પણ ઈંગ્લેન્ડે હરાવ્યું

રવિવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે આ વર્ષની વર્લ્ડ કપ ફાઈનલની સફળતા ફરી એક વખત રીપિટ કરતા મેચ જીતી લીધી અને પાંચ મેચની ટી20 શ્રેણી 3-2થી પોતાને નામ કરી હતી. 
 

NZ vs ENG : કીવી સામે ફરી ધૂણ્યું સુપર ઓવરનું ભૂત, આ વખતે પણ ઈંગ્લેન્ડે હરાવ્યું

ઓકલેન્ડઃ વર્લ્ડ કપના ચાર મહિના પછી ફરી એક વખત ન્યૂઝીલેન્ડ સામે સુપરઓવર આડે આવી અને ફરી એક વખત તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 મેચમાં સુપર ઓવરમાં યજમાન ન્યૂઝીલેન્ડને હરાવી દીધું હતું. રવિવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે આ વર્ષની વર્લ્ડ કપ ફાઈનલની સફળતા ફરી એક વખત રીપિટ કરતા મેચ જીતી લીધી અને પાંચ મેચની ટી20 શ્રેણી 3-2થી પોતાને નામ કરી હતી. 

વરસાદને નાખ્યું વિઘ્ન 
ઈંગ્લેન્ડે આ વર્ષે વર્લ્ડ કપની ફાઈનલમાં સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. વરસાદથી વિઘ્નવાળી આ અંતિમ ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 11 ઓવરમાં પાંચ વિકેટે 146 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. 

ગપ્ટિલ-મુનરોની શાનદાર ઈનિંગ્સ
કીવી ટીમ માટે માર્ટિન ગપ્ટુલે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 50 અને કોલિન મુનરોએ 21 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 46 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ટીમ સિફર્ટે 16 બોલમાં એક ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 39 રન ઠોક્યા હતા. ઈંગ્લેન્ડ માટે સેમ કુરન, ટોમ કુરન, આદિલ રાશિદ અને શાકિબ મહેમુદે 1-1 વિકેટ લીધી હતી. 

— ICC (@ICC) November 10, 2019

ટાઈ થઈ હતી મેચ 
ન્યૂઝીલેન્ડ પાસેથી મળેલા 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પણ નિર્ધારિત 11 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જોની બેયરસ્ટોએ 18 બોલમાં 47, કેપ્ટન ઈયોન મોર્ગને 17, સેમ કરને 24 અને ટોમ કરને 12 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં વિજય માટે 16 રન બનાવવાના હતા અને મેચ ટાઈ થઈ હતી. 

સુપર ઓવરનો રોમાંચ 
ત્યાર પછી સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 17 રનનો સ્કોર બનાવ્યો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માટે માર્ટિન ગુપ્ટિલ અને ટિમ સિફર્ટે સારી શરૂઆત કરી હતી. કીવી ટીમે 4 બોલમાં 10 રન બનાવવાના હતા, પરંતુ ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને આ સ્કોર સુધી પહોંચવા દીધી નહીં અને સુપર ઓવરમાં વિજય મેળવીને 3-2થી શ્રેણી જીતી લીધી. 

ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને મેન ઓફ ધ મેચ અને ન્યૂઝીલેન્ડના મિશલ સેન્ટનરને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news