French Open: જોકોવિચે કરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું, પાંચ સેટના સંઘર્ષ બાદ સિતસિપાસને હરાવ્યો

સર્બિયાના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે બીજીવાર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી છે. 

French Open: જોકોવિચે કરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું, પાંચ સેટના સંઘર્ષ બાદ સિતસિપાસને હરાવ્યો

પેરિસઃ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન-2021નું ટાઇટલ કબજે કરી લીધું છે. જોકોવિચે ફાઇનલમાં સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સ્ટેફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2, 6-4 થી પરાજય આપ્યો હતો. જોકોવિચે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરતા બીજીવખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું છે. ઓવરઓલ જોકોવિચના નામે આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તે ફેડરર અને નડાલ કરતા એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પાછળ છે. મહત્વનું છે કે સેમીફાઇનલમાં જોકોવિચે રાફેલ નડાલને હરાવ્યો હતો. 

જોકોવિચે સિતસિપાસને પાંચ સેટ સુધી ચાલેલા લાંબા મુકાબલામાં 6-7, 2-6, 6-3, 6-2, 6-4 થી પરાજય આપ્યો હતો. સિતસિપાસે ફાઇનલ મુકાબલામાં જોકોવિચને શાનદાર ટક્કર આપી અને અંતિમ ક્ષણ સુધી મેચ રોમાંચક બનાવી રાખી હતી. સિતસિપાસ મેચની શરૂઆતમાં જોકોવિચ પર ભારે પડ્યો અને પ્રથમ બે સેટ પોતાના નામે કરી લીધા હતા. પરંતુ ત્યારબાદ નંબર વન ખેલાડીએ શાનદાર વાપસી કરતા ટ્રોફી કબજે કરી છે. તે હવે ફેડરર અને નડાલની બરોબરી કરવાથી માત્ર એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ દૂર છે. 

— Roland-Garros (@rolandgarros) June 13, 2021

2️⃣0️⃣ Roger Federer
2️⃣0️⃣ Rafael Nadal
1️⃣9️⃣ Novak Djokovic#RolandGarros pic.twitter.com/j5ConjTZBN

— Roland-Garros (@rolandgarros) June 13, 2021

જોકોવિચ છેલ્લા 52 વર્ષોમાં ચારેય ગ્રાન્ડસ્લેમને બે વખત જીતનાર એકમાત્ર ખેલાડી છે. જોકોવિચે સેમીફઇનલમાં ક્લે કોર્ટના બાદશાહ કહેવાતા નડાલને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જોકોવિડે નડાલને  3-6, 6-3, 7-6 (4), 6-2 થી હરાવ્યો હતો. ફેડરરે ઈજાને કારણે અધવચ્ચે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news