T10 Cricket League: ZEE5 પ્રાયોજિત ટીમ નોર્દર્ન વોરિયર્સ ટી10 લીગમાં બની ચેમ્પિયન, ફાઇનલમાં પખ્તૂન્સને 22 રને આપી હાર

Zee5 પ્રાયોજિત નોર્દર્ન વોરિયર્સની કમાન ડેરેન સૈમી સંભાળી રહ્યો છે. તેની સામે પખ્તૂન્સની ટીમ છે. જેનો કેપ્ટન અફરીદી છે. 

 T10 Cricket League: ZEE5 પ્રાયોજિત ટીમ નોર્દર્ન વોરિયર્સ ટી10 લીગમાં બની ચેમ્પિયન, ફાઇનલમાં પખ્તૂન્સને 22 રને આપી હાર

શારજાહઃ ZEE5 પ્રાયોજિત નોર્દર્ન વોરિયર્સ ટી10 ક્રિકેટ લીગની નવી ચેમ્પિયન બની ગઈ છે. તેણે રવિવાર (2 ડિસેમ્બર) રમાયેલી ફાઇનલમાં પખ્તૂન્સની ટીમને 22 રને હરાવી છે. આ ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝન છે. પહેલી સિઝનમાં કેરલા કિંગ્સે પંજાબી લેજન્ડ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે તેણે પખ્તૂન્સ સાથે ક્વોલિફાયર મુકાબલામાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. T10 Cricket League Live...

10 ઓવરમાં બનાવ્યા 118 રન
પખ્તૂન્સ ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 34 રનની જરૂર હતી. અંતિમ ઓવરમાં માત્ર 11 રન બન્યા હતા અને નોર્દર્ન વોરિયર્સનો 22 રને વિજય થયો હતો. 

પખ્તૂન્સે નવમાં ઓવરમાં પૂરા કર્યા 100 રન
પખ્તૂન્સે નવમી ઓવરમાં પ્રથમ બોલ પર 100 રન પૂરા કર્યા. તેણે પાંચ વિકેટ ગુમાવી દીધી છે. તેણે 11 બોલમાં જીતવા માટે 41 રનની જરૂર છે. 

ક્રિસ ગ્રીનનો જાદુઈ સ્પેલ
જો નોર્દર્ન વોરિયર્સ આ મેચ જીતે તો 25 વર્ષનો ક્રિસ ગ્રીન મેન ઓફ ધ મેચનો દાવેદાર હશે. તેણે 2 ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી છે. 

આંદ્રે ફ્લેચર 37 રન બનાવી આઉટ
આંદ્રે ફ્લેચર 18 બોલ પર 37 રન બનાવી આઉટ થઈ ગયો છે. તેને ક્રિસ ગ્રીને આઉટ કર્યો હતો. ફ્લેચર આઉટ થયા સુધી પખ્તૂન્સનો કેપ્ટન અફરીદી ક્રીઝ પર આવ્યો છે. 63/2

પખ્તૂન્સે 5 ઓવરમાં 62 રન બનાવ્યા
પખ્તૂન્સે પાંચ ઓવરમાં 62 રન બનાવી લીધા છે. તેને જીત માટે અંતિમ પાંચ ઓવરમાં 79 રન બનાવવાના છે. 

4 ઓવરમાં 50 રન પૂરા
પખ્તૂન્સે શરૂઆતી ઝટકા બાદ 4 ઓવરમાં 50 રન બનાવી લીધા છે. તેણે વહાબ રિયાઝની ઓવરમાં 15 રન ફટકાર્યા હતા. 

ત્રીજી ઓવરમાં બન્યા 20 રન
પખ્તૂન્સે બીજી ઓવરમાં ઝટકો લાગ્યા બાદ ત્રીજી ઓવરમાં 20 રન બનાવ્યા. આ ઓવર આંદ્રે રસેલે ફેંકી. આ સાથે પાવરપ્લે પૂરો થઈ ગયો છે. ટીમના 35 રનોમાં 30 રનતો આંદ્રે ફ્લેચરે બનાવ્યા છે. પખ્તૂન્સ 35/1 (3 ઓવર)

પખ્તૂન્સને પ્રથમ ઝટરો
પખ્તૂન્સને 13 રનના સ્કોર પ્રથમ ઝટકો લાગ્યો હતો. નોર્દર્ન વોરિયર્સે ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર ક્રિસ ગ્રીને કૈમરન ડેલપોર્ટનો બોલ્ડ કર્યો. ડેલપોર્ટ ત્રણ રન બનાવી આઉટ થયો. 

પખ્તૂન્સની ઈનિંગ શરૂ
141 રનના લક્ષ્ય સામે પખ્તૂન્સ તરપથી આંદ્રે ફ્લેચર અને કેમરન ડેલપોર્ટે ઈનિંગની શરૂઆત કરી છે. 

INNING BREAK 
પોવેલ-રસેલની આક્રમક બેટિંગ
નોર્દર્ન વોરિયર્સ તરફથી પોવેલે સૌથી વધુ 61* રન બનાવ્યા હતા. તેણે 25 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય આંદ્રે રસેલે 12 બોલમાં 4 સિક્સ અને 3 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. પૂરન 18 અને સિમન્સ 5 રન બનાવી આઉટ થયા હતા. ડેરેન સેમ્મી 14 રન બનાવી અણનમ રહ્યો હતો. 

અંતિમ ઓવરમાં બન્યા માત્ર 6 રન
નોર્દર્ન વોરિયર્સની ટીમ અંતિમ ઓવરમાં માત્ર છ રન બનાવી શકી હતી. નોર્દર્ન વોરિયર્સ 140/3 (10 ઓવર)

ટી10 લીગ માત્ર દોઢ કલાકની રમત
ટી10 લીગ દોઢ કલાકની રમત છે. આ નાના ફોર્મેટમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થાય એટલે રોમાંચ વધુ રહે છે. જેથી કોમેન્ટ્રેટર પણ બેસવાની જગ્યાએ ઉભા-ઉભા કોમેન્ટ્રી કરી રહ્યાં છે. નોર્દર્ન વોરિયર્સ 134/3 (9 ઓવર) 

પોવેલે 18 બોલમાં ફટકારી અડધી સદી
વેસ્ટ ઈન્ડિઝના રોવમૈન પોવેલે 18 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. તેણે આઠમી ઓવરમાં મોહમ્મદ ઇરફાનના બોલ પર એક સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. 

અફરીદીએ રસેલને કર્યો આઉટ
પખ્તૂન્સના કેપ્ટન શાહિદ અફરીદીએ તોફાની ઈનિંગ રમી રહેલા આંદ્રે રસેલને કેચ આઉટ કરાવ્યો હતો. રસેલ 12 બોલમાં 38 રન બનાવી આઉટ થયો. નોર્દર્ન વોરિયર્સ (102/2) (6.4 ઓવર)

રસેલે એક ઓવરમાં ફટકાર્યા 27 રન
મેચની છઠ્ઠી ઓવર ઈંગ્લેન્ડના લિયામ ડાવસને કરી. રસેલે આ ઓવરમાં ત્રણ સિક્સ અને બે બાઉન્ડ્રી ફટકારી. અંતિમ બોલ પર એક રન લીધો. આ ઓવરમાં 27 રન બનાવ્યા. નોર્દર્ન વોરિયર્સ (92/2) (6 ઓવર)

3 ઓવરના પાવરપ્લેમાં બન્યા 34 રન
ત્રીજી ઓવર સોહેલ ખાન ફેંકી રહ્યો છે. નોર્દર્ન વોરિયર્સે તેની ઓવરમાં 18 રન બનાવ્યા. આ ઓવરમાં પોવેલે બે સિક્સ ફટકારી. નોર્દર્ન વોરિયર્સઃ 34/1 (3 ઓવર)

ઇરફાનની શાનદાર ઓવર
મોહમ્દમ ઇરફાને પોતાની પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપ્યા અને એક વિકેટ ઝડપી. નોર્દર્ન વોરિયર્સ 16/1 (2 ઓવર)

વોરિયર્સને પ્રથમ ઝટકો
પાકિસ્તાનના મોહમ્મદ ઇરફાને લેન્ડલ સિમન્સને બોલ્ડ કર્યો. સિમન્સ પાંચ રન બનાવીને આઉટ થયો. નોર્દર્ન વોરિયર્સઃ 12/1

સિમન્સે ફટકારી પ્રથમ બાઉન્ડ્રી
લેન્ડલ સિમન્સે આરપી સિંહની બોલિંગમાં ચોગ્ચો માર્યો. આ મેચની પ્રથમ બાઉન્ડ્રી છે. 

લેન્ડલ સિમન્સ અને નિકોલસ પૂરન ઓપનિંગ કરવા આવ્યા. પખ્તૂન્સ તરફથી પ્રથમ ઓવર ભારતના પૂર્વ ક્રિકેટર આરપી સિંહ કરી રહ્યો છે. 

પખ્તૂન્સે ટોસ જીત્યો, પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય
પખ્તૂન્સના કેપ્ટન શાહિદ અફરીદીએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. અફરીદીએ જણાવ્યું કે, તેની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોર્દર્ન વોરિયર્સની ટીમે પણ પોતાની અંતિમ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

રોબિન સિંહ છે ટીમના કોચ
ZEE5 પ્રાયોજિત નોર્દર્ન વોરિયર્સ ટીમના સહ-માલિક મોહમ્મદ મોરાની (મેનેજિંગ ડાયરેક્ટર) અને શાબાજ ઇલિયાસ (ફાઉન્ડર ડાયરેક્ટર) છે. આ ટીમનો કેપ્ટન વેસ્ટઈન્ડિઝનો ડેરેન સેમી છે. ટીમના કોચ પૂર્ ભારતીય ક્રિકેટર રોબિન સિંહ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news