India vs Australia: ધોનીથી વધુ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત બીજુ કોઈ નથીઃ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ માટે ધોનીથી વધુ સમર્પિત કોઈ ખેલાડી નથી.
Trending Photos
મેલબોર્નઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બચાવ કરતા કહ્યું કે, ભારતીય ક્રિકેટ માટે તેનાથી વધુ સમર્પિત કોઈ નથી અને પાંચમાં નંબર પર બેટિંગ કરવી તેને પસંદ આવી રહી છે. સિડનીમાં પ્રથમ વનડે મેચમાં ધીમી બેટિંગ માટે આલોચનાનો સામનો કરનાર ધોનીએ એડિલેડ અને મેલબોર્નમાં ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયામાં મળેલી ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કરતા કોહલીએ કહ્યું કે, પૂર્વ કેપ્ટનને થોડી રાહત આપવી જોઈએ.
તેણે કહ્યું, એક ટીમના રૂપમાં અમે ધોની માટે ખૂબ ખુશ છીએ. તેણે રન બનાવ્યા જે લય અને આત્મવિશ્વાસ ફરી મેળવવા માટે જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા નથી.
મેચ બાદ પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યું, બહાર ઘણું થાય છે. લોકો ઘણું કહે છે પરંતુ અમને ખ્યાલ છે કે ભારતીય ક્રિકેટ પ્રત્યે ધોનીથી વધુ સમર્પિત કોઈ નથી. લોકોએ તેને થોડી રાહત આપવી જોઈએ, તેણે ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે.
કોહલીએ કહ્યું, તે ભારતના સૌથી બુદ્ધિમાન ક્રિકેટરોમાંથી છે. તે તેવા લોકોમાંથી નથી જેને ખ્યાલ નથી કે શું કરવાની જરૂર છે. એક ટીમના રૂપમાં અમને ખ્યાલ છે કે તે શું કરી રહ્યો છે અને અમને બધાને ખુશી છે.
તેણે કહ્યું કે, પાંચમો નંબર ધોની માટે ઉત્તર બેટિંગ ક્રમ છે. કોહલીએ કહ્યું, ધોનીએ 2016માં કેટલોક સમય ચોથા સ્થાને બેટિંગ કરી પરંતુ ત્યારબાદ તે પાંચમાં છઠ્ઠા સ્થાન પર ઉતરીને ખુશ છે. પાંચમો નંબર તેના માટે ઉત્તમ છે. એડિલેડમાં તે આ ક્રમ પર સરળ દેખાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે