Ranji Trophy: 87 વર્ષમાં પ્રથમ વખત નહીં રમાય રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ, વિજય હઝારે ટ્રોફી રમાશે

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ રણજી ટ્રોફીનું આયોજન કરાવવા ઈચ્છતા હતા કારણ કે તેમાં ખેલાડીઓને વધુ મેચ ફી (પ્રતિ મેચ આશરે દોઢ લાખ રૂપિયા) મળે છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે બે તબક્કામાં તેના આયોજન માટે બે મહિનાનું બાયો બબલ સંભવ નથી. 
 
Ranji Trophy: 87 વર્ષમાં પ્રથમ વખત નહીં રમાય રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ, વિજય હઝારે ટ્રોફી રમાશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી દીધી છે કે 87 વર્ષમાં પ્રથમવાર મુખ્ય ઘરેલૂ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (Ranji trophy) નું આયોજન કરવામાં આવશે નહીં. બીસીસીઆઈએ કહ્યું કે, વિજય હઝારે (vijay hazare) ટ્રોફી રમાશે કારણ કે પ્રદેશ એસોસિએશન તેનું આયોજન ઈચ્છે છે. 

બીસીસીઆઈ પ્રથમવાર અન્ડર-19 રાષ્ટ્રીય વનડે ટૂર્નામેન્ટ વીનૂ માંકડ ટ્રોફી અને મહિલા રાષ્ટ્રીય વનડે ટૂર્નામેન્ટનું પણ આયોજન કરશે. બોર્ડ સચિવ જય શાહ (Jay Shah) એ પ્રદેશ એસોસિએશનને લખેલા પત્રમાં આ જાણકારી આપી છે. 

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ રણજી ટ્રોફીનું આયોજન કરાવવા ઈચ્છતા હતા કારણ કે તેમાં ખેલાડીઓને વધુ મેચ ફી (પ્રતિ મેચ આશરે દોઢ લાખ રૂપિયા) મળે છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે બે તબક્કામાં તેના આયોજન માટે બે મહિનાનું બાયો બબલ સંભવ નથી. 

શાહે પત્રમાં લખ્યુ, 'મને તે જણાવતા અપાર ખુશી થઈ રહી છે કે આપણે સીનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટ, વિજય હઝારે ટ્રોફી અને અન્ડર 19 વીનૂ માંકડ ટ્રોફીનું આયોજન કરી રહ્યા છીએ. ઘરેલૂ સત્ર 2020/21ને લઈને તમારો ફીડબેક મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.'

જય શાહે તે પણ જણાવ્યુ કે, કોરોના કાળ (Corona virus) મા ઘરેલૂ કેલેન્ડર તૈયાર કરવુ કેટલું મુશ્કેલ હતું. તેમણે કહ્યું, આપણે પહેલા ઘણો સમય ગુમાવી ચુક્યા છીએ અને સુરક્ષાત્મક ઉપાયોને ધ્યાનમાં રાખી ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવું ખુબ મુશ્કેલ હતું. 

બીસીસીઆઈ (BCCI) એ પોતાની એજીએમમાં નક્કી કર્યુ હતું કે, સત્ર નાનુ થવા પર ખેલાડીઓને વળતર આપવામાં આવશે. સમજી શકાય કે બોર્ડ આ દિશામાં કોઈ ઉપાય કરશે જેથી ઘરેલૂ ક્રિકેટરોની આર્થિક સ્થિતિ પર અસર ન પડે. શાહે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના આયોજન માટે પ્રદેશ એસોસિએશનનો આભાર માન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news