World Cup 2019 Final Live: સુપર ઓવરમાં ટાઈ, ઈંગ્લેન્ડ જીત્યું વિશ્વકપ

લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ રમાઇ રહી છે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

World Cup 2019 Final Live: સુપર ઓવરમાં ટાઈ, ઈંગ્લેન્ડ જીત્યું વિશ્વકપ

લંડનઃ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ રમાઇ રહી છે. યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડ 50 ઓવરમાં 9 વિકેટે 50 ઓવરમાં 241 રન બનાવી શક્યું હતું. આ સાથે ફાઇનલ મેચ ટાઈ થઈ ગઈ છે. આ સાથે વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ઈંગ્લેન્ડ વિશ્વ કપ જીતી ગયું છે. 

વોક્સ 2 રન બનાવી આઉટ
ઈંગ્લેન્ડને લાગ્યો છઠ્ઠો ઝટકો, ક્રિસ વોક્સ 2 રન બનાવી આઉટ. ફર્ગ્યુસનને મળી ત્રીજી સફળતા. 

બટલર 59 રન બનાવી આઉટ
લોગી ફર્ગ્યુસને ન્યૂઝીલેન્ડને અપાવી મહત્વની સફળતા. જોસ બટલર 59 રન બનાવી આઉટ. ઈંગ્લેન્ડે પાંચમી વિકેટ ગુમાવી. 

ઈંગ્લેન્ડ 170/4 (40 ઓવર)
બેન સ્ટોક્સ 43 અને જોસ બટલર 42 રન બનાવી ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડને અંતિમ 10 ઓવરમાં જીતવા માટે 72 રનની જરૂર છે. બંન્ને વચ્ચે 84 રનની ભાગીદારી થઈ છે. 

ઈંગ્લેન્ડનો સ્કોર 150ને પાર
બેન સ્ટોક્સ અને જોસ બટલર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. ઈંગ્લેન્ડે 37.2 ઓવરમાં પોતાના 150 રન પૂરા કર્યાં હતા. 

ઈંગ્લેન્ડ 141/4 (35 ઓવર)
35 ઓવરમાં ઈંગ્લેન્ડે 141 રન બનાવી લીધા છે. જોસ બટલર 25 અને બેન સ્ટોક્સ 31 રન બનાવી ક્રીઝ પર છે. 

ઈંગ્લેન્ડ 115/4 (30 ઓવર)
બેન સ્ટોક્સ 18 અને જોસ બટલર 13 રન બનાવી ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડને અંતિમ 20 ઓવરમાં 127 રનની જરૂર છે. 

ઈંગ્લેન્ડના 100 રન પૂરા
ઈંગ્લેન્ડે 27.3 ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યાં હતા. 

ઈંગ્લેન્ડ 93/4 (25 ઓવર)
બેન સ્ટોક્સ 7 અને જોસ બટલર 5 રન બનાવી ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી છે. હવે 25 ઓવરમાં 149 રનની જરૂર છે. 

ઇયોન મોર્ગન આઉટ
જિમી નીશામે પ્રથમ બોલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન (9)ને પેવેલિયન પરત મોકલી આપ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડે ચોથી વિકેટ ગુમાવી દીધી છે. 

બેયરસ્ટો આઉટ
જોની બેયરસ્ટો (36)ને લોકી ફર્ગ્યુસને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડે ત્રીજો ઝટકો આપ્યો હતો. બેયરસ્ટોએ 55 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

જો રૂટ આઉટ
કોલિન ડિ ગ્રાન્ડહોમે જો રૂટ (7)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડે બીજી વિકેટ ગુમાવી દીધી છે. 

ઈંગ્લેન્ડનો સ્કોર 50ને પાર
ઈંગ્લેન્ડે 14 ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા છે. જોની બેયરસ્ટો 29 અને જો રૂટ 3 રન બનાવી ક્રીઝ પર છે. 

ઈંગ્લેન્ડ 39/1 (10 ઓવર)
જોની બેયરસ્ટો 18 અને જો રૂટ 2 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડને પ્રથમ 10 ઓવરમાં એક સફળતા મળી છે. જેસન રોય 17 રન બનાવી આઉટ થયો હતો. 

ઈંગ્લેન્ડ 28/1 (5.4 ઓવર)
ઈંગ્લેન્ડને લાગ્યો પ્રથમ ઝટકો. જેસન રોય 17 રન બનાવી આઉટ. મેટ હેનરીને મળી સફળતા. 

ઈંગ્લેન્ડ 24/0 (5 ઓવર)
જોની બેયરસ્ટો 10 અને જેસન રોય 10 રન બનાવી ક્રીઝ પર છે. 

ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં બનાવ્યા 241 રન
હેનરી નિકોલ્સ (55) અને ટોમ લાથમ (47)ની મદદથી ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ ફાઇનલમાં 50 ઓવરમાં 241 રન બાવ્યા છે અને ઈંગ્લેન્ડને જીતવા માટે 242 રનનો લક્ષ્ય આપ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને લિયામ પ્લંકેટે 3-3 વિકેટ ઝડપી હતી. માર્ક વુડ અને જોફ્રા આર્ચરે એક-એક વિકેટ ઝડપી હતી.

ટોમ લાથમ આઉટ
ટોમ લાથમ (47) રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. વોક્સને આ ત્રીજી સફળતા મળી હતી. લાથમે 56 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

કોલિન ડિ ગ્રાન્ડહોમ આઉટ
ક્રિસ વોક્સે ઈંગ્લેન્ડની અપાવી છઠ્ઠી સફળતા. કોલિન ડિ ગ્રાન્ડહોમ 16 રન બનાવી આઉટ. 

ન્યૂઝીલેન્ડ 211/5 (45 ઓવર)
ન્યૂઝીલેન્ડે 45 ઓવરમાં 211 રન બનાવી લીધા છે. અંતિમ પાંચ ઓવરની રમત બાકી છે. ટોમ લાથમ 45 અને કોલિન ડિ ગ્રાન્ડહોમ 12 રન બનાવી ક્રીઝ પર છે. 

ન્યૂઝીલેન્ડના 200 રન પૂરા
ન્યૂઝીલેન્ડની ટીમે 43.4 ઓવરમાં પોતાનો 200 રન પૂરા કર્યાં હતા. 

ન્યૂઝીલેન્ડ 179/5 (40 ઓવર)
ટોમ લાથમ 24 અને કોલિન ડિ ગ્રાન્ડહોમ 5 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગની 10 ઓવર બાકી છે. 

જિમી નીશામ આઉટ
લિયામ પ્લંકેટે જિમી નીશામ (19) રન બનાવી આઉટ. કીવીએ પાંચમી વિકેટ ગુમાવી. 

ન્યૂઝીલેન્ડના 150 રન પૂરા
ન્યૂઝીલેન્ડની ટીમ 35 ઓવરમાં 152 રન બનાવી લીધા છે. ટોમ લાથમ 21 અને નીશામ 9 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

રોસ ટેલર આઉટ
માર્ક વુડે ઈંગ્લેન્ડને ચોથી સફળતા અપાવી હતી. ટેલર (15) રન બનાવી LBW આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 141ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. 

નિકોલ્સ 55 રન બનાવી આઉટ
લિયામ પ્લંકેટે ઈંગ્લેન્ડને ત્રીજી સફળતા અપાવી હતી. હેનરી નિકોલ્સ (55) રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. તેણે 77 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

નિકોલ્સની અડધી સદી પૂરી 
હેનરી નિકોલ્સે વિશ્વકપ ફાઇનલમાં 71 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ઓપનિંગમાં આવીને ન્યૂઝીલેન્ડની ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો. 

25 ઓવર બાદ કીવીનો સ્કોર 109/2
ન્યૂઝીલેન્ડની ઈનિંગની અડધી ઓવર પૂરી થઈ ગઈ છે. કીવી ટીમે 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 109 રન બનાવી લીધા છે. નિકોલ્સ 49 અને રોસ ટેલર 3 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ગુપ્ટિલ 19 અને વિલિયમસન 30 રન બનાવી આઉટ થયા હતા. 

વિલિયમસન આઉટ
પ્લંકેટે ઈંગ્લેન્ડને બીજી સફળતા અપાવી હતી. કેન વિલિયમસન (30) રન બનાવી વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. ઈંગ્લેન્ડને આ સફળતા રિવ્યૂની મદદથી મળી હતી. 

ન્યૂઝીલેન્ડના 100 રન પૂરા
ન્યૂઝીલેન્ડની ટીમે 22મી ઓવરમાં પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો છે. કેન વિલિયમસન 30 અને હેનરી નિકોલ્સ 45 રન બનાવી ક્રીઝ પર છે. 

નિકોલ્સ-વિલિયમસને સંભાળી ઈનિંગ
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કેન વિલિયમસન અને હેનરી નિકોલ્સે ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ 20 ઓવરમાં ટીમનો સ્કોર 91 રન પર પહોંચાડી દીધો છે. વિલિયમસન 24 અને હેનરી નિકોલ્સ 40 રન બનાવી ક્રીઝ પર છે. 

10 ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 33/1
10 ઓવરમાં ન્યૂઝીલેન્ડે એક વિકેટે 33 રન બનાવી લીધા છે. કેન વિલિયમસન (1) અને હેનરી નિકોલ્સ (10) રન બનાવી ક્રીજ પર છે. માર્ટિન ગુપ્ટિલ 19 રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. 

માર્ટિન ગુપ્ટિલ માટે નિરાશાજનક રહ્યો વિશ્વ કપ
છેલ્લા વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર માર્ટિન ગુપ્ટિલ માટે આ વિશ્વકપ ખરાબ રહ્યો હતો. ફાઇનલમાં પણ તે માત્ર 19 રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. 

પ્લેઇંગ ઇલેવન
ઈંગ્લેન્ડઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ. 

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, જિમી નીશામ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ. 

આંકડામાં ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડની તુલનામાં વધુ મજબૂત છે. ઈંગ્લેન્ડના ઓપનરોએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 1062 રન બનાવ્યા છે. બીજીતરફ ન્યૂઝીલેન્ડના ઓપનરો માત્ર 328 રન બનાવી શક્યા છે. અંગ્રેજ ઓપનરોએ આ વિશ્વ કપમાં 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડનો કોઈ ઓપનર સદી ફટકારી શક્યો નથી. તેના નામે માત્ર 2 અડધી સદી છે. 

બોલિંગમાં પણ ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ કરતા મજબૂત જોવા મળી રહી છે. એક તરફ ન્યૂઝીલેન્ડના બોલરોએ અત્યાર સુધી 74 વિકેટ ઝડપી છે, તો ઈંગ્લેન્ડના બોલરોએ  82 વિકેટ પોતાના નામે કરી છે. બંન્ને ટીમોના 4-4 બોલરોએ અત્યાર સુધી 10+ વિકેટ લીધી છે. ટોપ-10 બોલરોમાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને માર્ક વુડ સામેલ છે. આ લિસ્ટમાં બે કીવી બોલર લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ છે. 

ઈંગ્લેન્ડને 1992ના ફાઇનલમાં પાકિસ્તાને હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. છેલ્લે તે 1992મા ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું. ઈંગ્લેન્ડનો આ ચોથો ફાઇનલ છે. 1992 સિવાય તે 1987 માં ઓસ્ટ્રેલિયા અને 1979મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હારી ગયું હતું. બીજીતરફ ન્યૂઝીલેન્ડની ટીમ બીજીવાર ફાઇનલ રમશે. છેલ્લે 2015મા તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news