IND vs NZ: વેલિંગટનની જેમ શું આજે પણ રદ્દ થશે બે ઓવલ ટી20? જાણો આજની મેચમાં તમામ મોટું અપડેટ
IND vs NZ: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે ઓવલ ખાતે રમાવાની છે, પરંતુ વરસાદનો ખતરો પણ છે. વેલિંગ્ટનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો.
Trending Photos
Mount Maunganui Weather Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આજે ફરી એકવાર બન્ને ટીમો સીરીઝમાં જીત સાથે શરૂઆત કરવા માઉન્ટ મોંગનાઇના બે ઓવલ મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ ચૂકી છે.
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે ઓવલ ખાતે રમાવાની છે, પરંતુ વરસાદનો ખતરો પણ છે. વેલિંગ્ટનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. તેવી જ રીતે ઓવલ ખાતે હવામાનની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અને આ મેચ રદ્દ થવાનો ભય પણ છે. ચાલો જાણીએ કે બીજી T20 માટે હવામાન કેવું રહેશે.
બે ઓવલનું હવામાન
હાલમાં બે ઓવલમાં વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં, વરસાદ પણ ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમો થઈ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે બપોરથી રાત સુધી સતત વરસાદની આગાહી કરી છે. વાદળો સતત રહેશે અને પવનની ગતિ પણ ઝડપી જોવા મળશે. મેચની શરૂઆતમાં ઓછા વરસાદનો અંદાજ છે પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ વરસાદનું જોખમ પણ વધશે. ખાસ કરીને ઇનિંગ્સના વિરામ દરમિયાન વરસાદની સંભાવના છે અને આ વરસાદ લાંબા સમય સુધી મેચને ખલેલ પહોંચાડી શકે છે.
ન્યુઝીલેન્ડના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી સતત વરસાદની સંભાવના છે અને આવી સ્થિતિમાં આ મેચ રદ્દ પણ થઈ શકે છે. જો આ મેચ પણ રદ થાય છે તો હાર્દિક પંડ્યા અને તેની કંપની માટે તે ખૂબ જ નિરાશાજનક સમાચાર હશે કારણ કે ટીમ ન્યૂઝીલેન્ડમાં એક સારી તકનો લાભ લેવા માટે ઉત્સુક છે.
કેવી રહે છે અહીંની પિચ?
આ મેદાન પર બેટિંગ કરવી સરળ છે અને સાથે જ નાની બાઉન્ડ્રીથી બેટ્સમેનોનું કામ પણ સરળ બની જાય છે. આ મેદાન પર રમાયેલી 12 ટી મેચમાંથી છમાં 180થી વધુ રન બન્યા છે. અહીં સરેરાશ સ્કોર 165 છે.
શું હશે મેચનું ટાઇમિંગ -
ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે