World Cup 2019: સ્પિનર આદિલ રાશિદે ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગનને લઈને કહી આ વાત

ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદે કહ્યું કે, કેપ્ટન ઇયોન મોર્ગનને વિશ્વ કપના લીગ રાઉન્ડમાં તેના મિશ્ર પ્રદર્શન છતાં તેની ક્ષમતા પર હંમેશા વિશ્વાસ હતો. 
 

World Cup 2019: સ્પિનર આદિલ રાશિદે ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગનને લઈને કહી આ વાત

બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદે કહ્યું કે, કેપ્ટન ઇયોન મોર્ગનને વિશ્વ કપના લીગ રાઉન્ડમાં એવરેજ પ્રદર્શન છતાં તેની ક્ષમતા પર હંમેશા વિશ્વાસ હતો. સેમિફાઇનલ મેચ પહેલા રાશિદે 9 મેચમાં 433 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. મોર્ગને પરંતુ સેમિફાઇનલમાં તેના પર વિશ્વાસ કર્યો અને તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

રાશિદે આઈસીસીની વેબસાઇટ પર કહ્યું, 'તેને પહેલા દિવસથી મારા પર વિશ્વાસ હતો. તેણે કહ્યું, 'ઘણી મેચમાં તમે સારૂ નહીં રમી શકો પરંતુ ક્રિકેટમાં આમ થાય છે. તેને વિશ્વાસ હતો કે હું વાપસી કરીશ. હું જેટલા કેપ્ટનો સાથે રમ્યો છું, તેમાં તે સર્વશ્રેષ્ઠ છે. તેને મારી રમત વિશે બધો ખ્યાલ છે.'

તેણે સ્વીકાર કર્યો કે, ખભાની ઈજાને કારણે તે સતત ગુગલી ફેંકી શકતો નથી. તેણે કહ્યું, 'મને ખભામાં સમસ્યા હતી તો મેં ગુગલી ન ફેંકી. મને ખ્યાલ છે કે તે મારૂ સૌથી મોટુ હથિયાર છે. મને ખ્યાલ છે કે મારે આ બોલ ફેંકવાનો છે, ભલે ખભામાં દુખાવો કેમ ન થાય.'

ફાઇનલ વિશે તેણે કહ્યું, હું આકરી મહેનત કરી અને લય જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news