Asia Cup Final: એશિયા કપની ફાઈનલમાં સિરાજની તહાબી, એક ઓવરમાં ઝડપી 4 વિકેટ

Asia Cup 2023: શ્રીલંકા સામે ચાલી રહેલી એશિયા કપની ફાઈનલમાં મોહમ્મદ સિરાજના ઘાતક સ્પેલની મદદથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. સિરાજે 5 ઓવરમાં માત્ર 7 રન આપી પાંચ વિકેટ ઝડપી છે. 

Asia Cup Final: એશિયા કપની ફાઈનલમાં સિરાજની તહાબી, એક ઓવરમાં ઝડપી 4 વિકેટ

કોલંબોઃ Asia Cup 2023: ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકા વિરુદ્ધ તબાહી મચાવી દીધી છે. મોહમ્મદ સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલમાં મેચ શરૂ થવાની સાથે સમાપ્ત કરી દીધી હતી. મોહમ્મદ સિરાજના ઘાતક સ્પેલમાં શ્રીલંકન બેટરોનો ધબડકો થયો હતો. મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 5 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

એક ઓવરમાં ચાર વિકેટ
શ્રીલંકાએ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શ્રીલંકાનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ટોસ બાદ વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ત્યારબાદ સિરાજે બોલથી ઘાતક સ્પેલ ફેંક્યો હતો. મોહમ્મદ સિરાજે ઈનિંગની ત્રીજી ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી.

Sri Lanka lose their fourth.

— BCCI (@BCCI) September 17, 2023

સિરાજે પહેલા પથુમ નિસંકાને આઉટ કર્યો હતો. ત્યારબાદ સિરાજે સદીરાને એલબી આઉટ કર્યો હતો. ચરિથ અસલંકાને શૂન્ય પર આઉટ કરી સિરાજે ત્રીજી સફળતા મેળવી હતી. ત્યારબાદ સિરાજે ધનંજય ડિ સિલ્વાને પણ આઉટ કરી ઓવરમાં ચોથી સફળતા મેળવી હતી. ત્યારબાદ સિરાજે શ્રીલંકાને કેપ્ટનને બોલ્ડ કરી પોતાની પાંચમી સફળતા મેળવી હતી. મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. 

આ સાથે સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. સિરાજે 1002 બોલમાં 50 વિકેટ પૂરી કરી છે. તે સૌથી ઓછા બોલમાં વનડે ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરવાના મામલામાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વનડેમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પિનર અજંતા મેન્ડિસના નામે છે. મેન્ડિસે 847 બોલમાં 50 વિકેટ પૂરી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news